<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

શોર્ટ ટર્મ ગેઇન ટેક્‍સ મુદ્દે હજ્‍જારો કરદાતાઓને ITની નોટિસ

૨૫ હજારની છૂટ બંધ કરવાની જાહેરાત પહેલા રિટર્ન ભરાયા હતા : પાંચ જુલાઇએ રિટર્ન ભરવાના નિયમોમાં ફેરફાર કરવાના લીધે સર્જાયેલી સ્‍થિતિ

મુંબઇ,તા. ૧૭: ઇન્‍કમટેક્‍સ રિટર્ન ભરવામાં પહેલા શોર્ટ ટર્મ ગેઈન ટેક્‍સમાં ૨૫ હજારથી છૂટ આપવામાં આવતી હતી. તે પ્રમાણે ૫ જુલાઈ પહેલા જે પણ કરદાતાએ રિટર્ન ભર્યા છે તેવા હજ્જારો કરદાતાઓને શોર્ટ ટર્મ ગેઇન ટેક્‍સ મુદ્દે નોટિસ ફટકારી છે.

ઇન્‍કમટેક્‍સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ પહેલેથી જ જાહેર કરી દેવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે તે અંતર્ગત પાંચ જુલાઇના રોજ નવો નિયમ લાગુ કરીને શોર્ટ ટર્મ ગેઇન ટેક્‍સમાં જે પહેલા ૨૫ હજારની છૂટ મળતી હતી તે બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જયારે અનેક કરદાતાઓએ પહેલેથી જ આઇટી રિટર્ન ભરીને શોર્ટ ટર્મ ગેઈન ટેક્‍સનો લાભ લઈ લીધો હતો. આવા હજારો કરદાતાઓને ઇન્‍કમટેક્‍સ વિભાગે સિસ્‍ટમ જનરેટેડ નોટિસ મોકલી છે, કારણ કે સિસ્‍ટમ દ્વારા રિટર્નની વિગતોની ચકાસણી કરવામાં આવે તેમાં શોર્ટ ટર્મ ગેઈન ટેક્‍સનો લાભ લેનારા તમામ કરદાતાઓને ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. જોકે વિભાગ દ્વારા પહેલેથી જ આ પ્રમાણે રિટર્ન ભરવાનું રહેશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હોત તો આજે વિના કારણે કરદાતાઓને જે નોટિસ આપવામાં આવી છે તેમાંથી છુટકારો મળી શકતે તેવું જાણકારો કહી રહ્યા છે.(૨૨.૨)

૩૧ ડિસેમ્‍બર સુધીમાં રિટર્નમાં સુધારા કરી શકાશે

શોર્ટ ટર્મ ગેઇન ટેક્‍સ મુદ્દે કરદાતાઓને નોટિસ તો આપી દેવામાં આવી છે. પરંતુ નિયમ પ્રમાણે ૩૧ ડિસેમ્‍બર સુધીમાં કરદાતાએ જે પણ રિટર્ન ફાઇલ કર્યુ હોય તેમાં સુધારો કરી શકશે. જેથી શોર્ટ ટર્મ ગેઇન ટેક્‍સ મુદ્દે જે નોટિસ આપવામાં આવી છે તેના માટે રિટર્નમાં જ સુધારો કરી દેવામાં આવે તો કરદાતાઓને કોઇ તકલીફ પડશે નહીં તેવું જાણકારો કહી રહ્યા છે.

(9:47 AM IST)