કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૯

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૯ :- ‘‘ મૃતવત પડી રહો. ક્રોધથી ક્ષુબ્ધ થઇ ને એમાં અટકીને રહો અથવા પુતળીયોને ઘુમાવ્યા વગર એકીટસે તાકતા રહો અથવા કાંઇ ચુસો અને ચુસવું બની જાઓ''
આ અટકી જવું બહું સુંદર છે. જો તમે કેટલીક મિનીટો માટે પણ અટકી ગયા તો તે તમે બદલાઇ ગયું એવું જાણશો. પરંતુ આપણે હાલવા લાગીએ છીએ. જો મનમાં કોઇ આવેગ ઉઠે તો શરીર હાલવા લાગે છે. ઉદાસી આવે છે તો પણ શરીર હાલવા લાગે છે. આને આવેગ એટલા માટે કહીએ છીએ કે શરીરમાં વેગ પેદા કરે છે. મૃતવત મહેસુસ કરો અને આવેગોને શરીરને હલાવવાની રજા ના આપો. તે ત્યાં રહે અને તમે પણ સ્થિર રહો. મૃતવત. ગમે તે થાય તો પણ હલન-ચલન ના થાય, ગતિ ના થાય, સ્થિર રહો.
- રજનીશના પ્રણામ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
