News of Thursday, 17th October 2024
સંજીવ ખન્ના હશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ : કેન્દ્ર સરકારને મોકલાયો પ્રસ્તાવ
CJI DY ચંદ્રચુડ ૨ વર્ષ સુધી આ પદ સંભાળ્યા બાદ નિવૃત્ત થશે

નવી દિલ્હી તા. ૧૭ : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતાના સિદ્ધાંત અનુસાર કરવામાં આવે છે.
CJI સુપ્રીમ કોર્ટ કોલેજિયમના વડા છે, જે સુપ્રીમ કોર્ટ અને દેશની વિવિધ ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરે છે. CJI DY ચંદ્રચુડ ૨ વર્ષ સુધી આ પદ સંભાળ્યા બાદ નિવૃત્ત થવાના છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેમણે તેમના અનુગામીના નામની ભલામણ કરી છે.
જસ્ટિસ સંજીવ ખન્ના ૧૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ૬ મહિનાના કાર્યકાળ માટે ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળશે. તેઓ ૧૩ મે ૨૦૨૫ સુધી તેમના પદ પર રહેશે. આ પછી તે નિવૃત્ત થઈ જશે. જાન્યુઆરી ૨૦૧૯ માં, તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી. તેઓ હાલમાં કંપની લો, આર્બિટ્રેશન, સર્વિસ લો, મેરીટાઇમ લો, સિવિલ લો અને કોમર્શિયલ લો માટેના રોસ્ટર પર છે.
તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ સંજીવ ખન્ના ૩૫૮ બેન્ચનો ભાગ રહ્યા છે અને ૯૦થી વધુ ચુકાદાઓ આપ્યા છે. ૨૦૨૩માં તેમણે શિલ્પા શૈલેષ મામલે બંધારણીય બેંચનો ચુકાદો સંભળાવ્યો હતો. UOI વિ UCC માં તે બેંચનો ભાગ હતો જેણે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે વધારાના વળતરની માંગ કરતી અરજી પર ચુકાદો આપ્યો હતો.
ગયા વર્ષે, તેઓ એસસી અને એસટી માટે પ્રમોશનમાં અનામતના મુદ્દાની સુનાવણી કરતી ત્રણ જજની બેન્ચનો ભાગ હતા. ૨૦૧૯ માં, તેમણે પ્રખ્યાત ‘RTI જજમેન્ટ'માં બહુમતી ચુકાદો આપ્યો. ૨૦૨૨ માં, તેમણે કહ્યું હતું કે આર્બિટ્રેટર્સ તેમની ફી એકપક્ષીય રીતે નક્કી કરી શકતા નથી
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
