<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

જમ્‍મુને એવો અનુભવ નહીં થાય કે તેમનો કોઇ પ્રતિનિધી સરકારમાં નથીઃ ઉમર અબ્‍દુલ્લા

પોલીસને જનતા પ્રત્‍યે સંવેદનશીલ બનીને કામ કરવા સુચના

શ્રીનગર : ઉમર અબ્‍દુલ્લાએ કહયું કે  તેઓ સમાવેશી સરકાર ઇચ્‍છે છે. જમ્‍મુ વિસ્‍તારને પ્રતિનિધિત્‍વ આપવા માટે નૌશેરાના ધારાસભ્‍ય સુરિંદર ચૌધરીને નાયબ મુખ્‍યમંત્રી બનાવ્‍યા છે, જેથી ત્‍યાંના લોકો પોતાને સરકારથી અલગ ના અનુભવે. મુખ્‍યમંત્રી પદના શપથ લીધા પછી ઉંમર અબ્‍દુલ્લાએ કહયું કે જમ્‍મુ ને એ નહીં અનુભવવા દઇએ કે સરકારમાં તેમનો કોઇ અવાજ નથી કે તેમનો કોઇ પ્રતિનિધિ નથી. અમારો પ્રયાસ સૌને સાથે લઇને ચાલવાનો હશે. પ્રધાન મંડળમાં વધુ ત્રણ પ્રધાનો ઉમેરવામાં આવશે. આ જગ્‍યાઓ ધીમે ધીમે ભરવામાં આવશે. ઉમર અબ્‍દુલ્લાએ મુખ્‍યમંત્રી પદના શપથ લીધા પછી પ્રધાન મંડળના પોતાના પ્રધાનોને સારા વર્તાવની સલાહ આપી હતી.

પોલીસ અધિકારીઓને પ્રજા પ્રત્‍યે સંવેદનશીલ બનીને કામ કરવા સૂચના આપી. તેમણે પ્રધાનોને કહયું કે તેમનું આચરણ જનતાને અનુકુળ હોવું જોઇએ, તેમને અસુવિધા પહોંચાડનારૂ ના હોવું જોઇએ.

(12:24 PM IST)