<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ઉત્તરાખંડની ધામી સરકાર પણ યોગીના રસ્‍તેઃ ખાદ્ય પદાર્થમાં થુંકનારને ૧ લાખનો દંડ

રાજ્‍યના પોલીસ-આરોગ્‍ય વિભાગે માર્ગદર્શીકા જાહેર કરી : હોટલ-ઢાબાના કર્મીઓનું પોલીસ વેરીફીકેશન ફરજીયાતઃ રસોડામાં સીસીટીવી લગાડવા આદેશ

દેહરાદૂન,તા.૧૭: ઉત્તરાખંડ સરકારે બુધવારે ખોરાકમાં થૂંકવા સંબંધિત ઘટનાઓને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. તેમણે આવું કરનારાઓ પર ૧ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરી છે. આ સાથે હોટલ અને ઢાબાના કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્‍યું છે અને તેમના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ છે.

મુખ્‍યપ્રધાન પુષ્‍કર સિંહ ધામીએ આવી ઘટનાઓ પર ચિંતા વ્‍યક્‍ત કર્યાના દિવસો પછી, રાજ્‍ય પોલીસ અને આરોગ્‍ય વિભાગે અલગ-અલગ માર્ગદર્શિકા જારી કરી અને કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં, મસૂરીમાં પ્રવાસીઓને જ્‍યુસ પીરસતા પહેલા ગ્‍લાસમાં થૂંકવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય દેહરાદૂનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં એક રસોઈયા રોટલી માટે કણક બનાવતી વખતે કથિત રીતે થૂંકતો જોઈ શકાય છે.

સ્‍વાસ્‍થ્‍ય મંત્રી ધન સિંહ રાવતે કહ્યું કે આગામી તહેવારોની મોસમ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને શુદ્ધતા તેમની સરકારની સર્વોચ્‍ચ પ્રાથમિકતા છે. રાવતે જણાવ્‍યું હતું કે, તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અસ્‍વચ્‍છતા અથવા અસામાજિક પ્રવળત્તિઓને સાંખી લેવામાં આવશે નહીં.

આ માર્ગદર્શિકા જણાવે છે કે હોટલ અને ઢાબા જેવી વ્‍યવસાયિક સંસ્‍થાઓમાં કામ કરતા લોકોનું ૧૦૦ ટકા વેરિફિકેશન થવું જોઈએ અને બિઝનેસ મેનેજરોને તેમના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પ્રોત્‍સાહિત કરવા જોઈએ.

જિલ્લા પોલીસને જારી કરાયેલી માર્ગદર્શિકા મુજબ, તેઓ કિઓસ્‍ક અને પુશકાર્ટ જેવી ખુલ્લી જગ્‍યાઓ પર આવી ઘટનાઓને રોકવા માટે સ્‍થાનિક ગુપ્તચર એકમોની મદદ લઈ શકે છે, પેટ્રોલિંગ દરમિયાન આના પર પણ ખાસ ધ્‍યાન આપવું જોઈએ. .

માર્ગદર્શિકામાં કહેવામાં આવ્‍યું છે કે આરોગ્‍ય અને ખાદ્ય વિભાગો, મ્‍યુનિસિપલ કોર્પોરેશનો/જિલ્લા પંચાયતો, શહેર પરિષદો અને સ્‍થાનિક લોકો સાથે સંકલન કરીને જનજાગળતિ અભિયાન શરૂ કરવું જોઈએ અને ફૂડ સેફ્‌ટી એન્‍ડ ડ્રગ એડમિનિસ્‍ટ્રેશન વિભાગના કમિશનર આર રાજેશ કુમાર વિગતવાર સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ ઙ્કોસિજર (લ્‍બ્‍ભ્‍) પણ જારી કરવામાં આવી છે, જેમાં અપરાધીઓ સામે રૂ. ૨૫,૦૦૦ થી રૂ. ૧ લાખ સુધીના દંડ સહિતની કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્‍યો છે.

 

 

 

ઉનાના પીઢ પત્રકાર અને બ્રહ્મ સમાજના આગેવાન નવીનભાઇ જોશીનો જન્‍મદિન

ઉના તા.૧૭: પીઢ પત્રકાર અને સમસ્‍ત બ્રહ્મસમાજના આગેવાન નવીન ભાઈ જોશી નો આજે ૬૭મો જન્‍મ દિવસ છે.

છેલ્લા ૪૫થી વધુ વરસથી વિવિધ અખબારોમા પત્રકાર તરીકે સેવા આપતા અને પ્રેસ ક્‍લબ ઓફ ઊનાના ઉપપ્રમુખ અને ઊના તાલુકા સમસ્‍ત બ્રહ્મસમાજના ટ્રસ્‍ટી નગરપાલિકાના પૂર્વ નગર સેવક તેમજ વિવિધ સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલા  નવીનભાઈ જટાશંકરભાઈ  જોશી તેમનાં જીવન યાત્રાના ૬૬વર્ષ પૂર્ણ કરી તા૧૭ને ગુરુવારે ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

તેમના દીર્ઘ આરોગ્‍ય મય આયુષ્‍ય પ્રાપ્ત થાય તે માટે સગાઓ અને તોહીઓ અને શુભેચ્‍છકો દ્વારા તેમના મોબાઇલ ૯૪૨૭૧૮૩૯૦૭ ઉપર શુભકામનાઓ વરસાવી રહ્યા છે.(

(1:53 PM IST)