<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

યાત્રીગણ ધ્‍યાન દે : ૪ મહિના પહેલા રેલ્‍વે ટિકિટનું બુકિંગ નહિ થાય : યાત્રાના ૬૦ દિવસ પૂર્વે થશે રિઝર્વેશન

૧લી નવે.થી અમલ : રિઝર્વેશનની વર્તમાન સમયસીમા ૧૨૦ દિવસથી ઘટાડી ૬૦ દિવસ રહેશે રેલ્‍વે બુકિંગના નવા નિયમથી કરોડો મુસાફરોને ફાયદો

નવી દિલ્‍હી, તા.૧૭: રેલવેએ વેઇટિંગ ટિકિટના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે ૧૨૦ દિવસને બદલે ૬૦ દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકો છો. રેલ્‍વે મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ એડવાન્‍સ રિઝર્વેશનની સમય મર્યાદા હવે ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવી છે.

નવી દિલ્‍હીઃ રેલ્‍વે મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવેએ વેઇટિંગ ટિકિટના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમે ૧૨૦ દિવસને બદલે ૬૦ દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકો છો.

રેલ્‍વે મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ એડવાન્‍સ રિઝર્વેશનની સમય મર્યાદા હવે ૧૨૦ દિવસથી ઘટાડીને ૬૦ દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવી છે. આ સિસ્‍ટમ ૧ નવેમ્‍બરથી અમલમાં આવશે.

 જોકે, તાજ એક્‍સપ્રેસ અને ગોમતી એક્‍સપ્રેસ જેવી ડે ટાઈમ એક્‍સપ્રેસ ટ્રેનોના કિસ્‍સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ ટ્રેનો માટે એડવાન્‍સ રિઝર્વેશન સમય મર્યાદા પહેલેથી જ ટૂંકી છે. ઉપરાંત, વિદેશી પ્રવાસીઓ માટે ૩૬૫ દિવસની મર્યાદાના કિસ્‍સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

અત્‍યાર સુધીની વ્‍યવસ્‍થા અનુસાર મુસાફરો ચાર મહિના અગાઉથી પોતાની સીટ આરક્ષિત કરી શકે છે. તત્‍કાલ ટિકિટ મુસાફરીની તારીખના એક દિવસ પહેલા બુક કરી શકાય છે. ૩ એસી સાથે અપર ક્‍લાસ માટે બુકિંગ દરરોજ સવારે ૧૦ વાગ્‍યા પછી શરૂ થાય છે જ્‍યારે સ્‍લીપર તત્‍કાલ બુકિંગ સવારે ૧૧ વાગ્‍યાથી શરૂ થાય છે.

(3:10 PM IST)