કેમ વર્ષો વર્ષ સુધી ગંગાજળ નથી થતું ખરાબ ? અનેક બીમારીઓમાં છે ઉપયોગી !
ગંગાના પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે, જે તેને લાંબા સમય સુધી બગાડવા દેતું નથી : ગંગાના પાણીની બીજી વિશેષતા એ છે કે તેની વાતાવરણમાંથી ઓક્સિજન શોષવાની ક્ષમતા ઘણી વધારે છે : તે અન્ય નદીઓ કરતાં ૨૦ ગણી વધુ ગંદકીને શોષી શકે છેગંગાના પાણીમાં આવા વાઇરસ જોવા મળે છે જે કોલેરા જેવા રોગ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે આ વાઇરસ ગંગાના પાણીની શુદ્ધતા માટે જવાબદાર હતા : આ વાયરસને નિન્જા વાયરસ કહેવામાં આવતો હતો

નવી દિલ્હી, તા.૧૭: એવું માનવામાં આવે છે કે ગંગામાં તાાન કરવાથી મોક્ષ મળે છે. ગંગા જળનો ઉપયોગ પૂજાથી લઈને હવન સુધીની ઘણી ધાર્મિક પ્રવળત્તિઓમાં થાય છે. ગંગાનું પાણી વર્ષો સુધી સંગ્રહિત રહે છે પરંતુ તેમાં ન તો દુર્ગંધ આવે છે અને ન તો તે કયારેય જંતુઓથી સંક્રમિત થાય છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે ગમે તેટલો સમય થઈ જાય તો પણ ગંગાજળ ખરાબ કેમ નથી થતું? ગંગાજળમાં એવું શું હોય છે જે તેને ખરાબ થવા નથી દેતું. તેની પાછળ કોઈ ધાર્મિક મહત્વ છે કે પછી વૈજ્ઞાનિક કારણ? જાણો શું છે સત્ય.
ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. ઉત્તરાખંડના ગોમુખમાંથી નીકળેલી ગંગા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ થઈને બાંગ્લાદેશમાં બંગાળની ખાડી સુધી ૨,૫૨૫ કિલોમીટરનું અંતર કાપીને જાય છે. હિંદુ ધર્મમાં ગંગાને માતાનો દરજ્જો છે. મહાભારતથી શરૂ કરીને તમામ પૌરાણિક ગ્રંથોમાં ગંગાનો ઉલ્લેખ છે.
ગંગાજળ આટલું ચમત્કારિક કેમ છે? તેની શોધ ૧૩૪ વર્ષ પહેલા પ્રથમ વખત શરૂ થઈ હતી. ૧૮૯૦ની આસપાસ, દુષ્કાળને કારણે ભારતના ઘણા ભાગોમાં ભૂખમરોની સ્થિતિ પેદા થઈ હતી. લોકો ભૂખથી તો મરી જ રહ્યા હતા. તે દરમિયાન પ્રયાગરાજ (તત્કાલીન અલ્હાબાદ)માં ગંગાના કિનારે યોજાયેલા માઘ મેળામાં પણ કોલેરા ફેલાયો હતો અને મોટી સંખ્યામાં મળત્યુ થવા લાગ્યા. મોટાભાગના લોકો મળતદેહોને બાળવા કે દફનાવવાને બદલે ગંગામાં પ્રવાહિત કરતા હતા.
તે સમયે બ્રિટનના પ્રખ્યાત વૈજ્ઞાનિક અને બેક્ટેરિયોલોજિસ્ટ અર્નેસ્ટ હેન્કિન ગંગાના પાણી પર સંશોધન કરી રહ્યા હતા. તે જોઈને દંગ રહી ગયા કે કોલેરાના કારણે મળત્યુ પામેલા લોકોના મળતદેહો ગંગામાં નાખવામાં આવ્યા હોવા છતાં, આ નદીના પાણીનો ઉપયોગ કરીને અન્ય લોકોને કેમ બીમાર નથી થઈ રહ્યા. જ્યારે બ્રિટન અને યુરોપના અન્ય દેશોમાં તેનાથી વિપરીત સ્થિતિ હતી. નદીના દૂષિત પાણીનો ઉપયોગ કરીને લોકો બીમાર પડતા હતા.
કેમ્બ્રિજમાંથી ભણેલા અર્નેસ્ટ હેન્કિનને વિચાર આવ્યો અને તેમણે ગંગાના પાણીના સેમ્પલ લીધા અને તેનું પળથ્થકરણ કર્યું. તેઓએ જોયું કે ગંગાના પાણીમાં બેક્ટેરિયાનું -દૂષણ ખૂબ જ ઓછું હતું, જ્યારે મનુષ્યોથી લઈને પશુઓ સુધી દરેક વ્યક્તિ નદીમાં તાાન કરે છે, કચરો ફેંકે છે અને મળતદેહોનો દાહ સંસ્કાર પણ કરાતો હતો.
માર્ચ ૧૮૯૫ના ઈન્ડિયન મેડિકલ ગેઝેટમાં, હેન્કિને ‘ભારતમાં કોલેરા પર અવલોકનો' નામનો લેખ લખ્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે તેને ગંગાના પાણીમાં એક એવો પદાર્થ મળ્યો છે જે કોલેરાના બેક્ટેરિયાનો નાશ કરી શકે છે. હેન્કિને તારણ કાઢયું હતું કે નદીમાં ફેંકવામાં આવતી મોટાભાગની ગંદકી અને કચરો કાચબા અને ગીધ અથવા અન્ય પ્રાણીઓ દ્વારા ખાઈ જાય છે, પરંતુ કોઈપણ કાર્બનિક સડો જે થાય છે તે આ અજાણ્યા એન્ટી-બેક્ટેરિયલ પદાર્થ દ્વારા ઝડપથી સાફ થઈ જાય છે.હેન્કિન પછી, એક ફ્રેન્ચ વૈજ્ઞાનિકે ગંગાના પાણી પર વધુ સંશોધન કર્યું. તેમણે એ પણ શોધી કાઢયું કે ગંગાના પાણીમાં આવા વાઇરસ જોવા મળે છે જે કોલેરા જેવા રોગ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. આ વાઇરસ ગંગાના પાણીની શુદ્ધતા માટે જવાબદાર હતા. આ વાયરસને નિન્જા વાયરસ કહેવામાં આવતો હતો. સાયન્સ ફેક્ટ્સ અનુસાર, નિન્જા વાયરસ સિવાય, ગંગાના પાણીમાં અન્ય ઘણા પ્રકારના વાયરસ જોવા મળે છે જે રોગ પેદા કરતા બેક્ટેરિયા સામે લડે છે અને આ વાયરસના કારણે ગંગાના પાણીમાં કયારેય દુર્ગંધની સમસ્યા નથી થતી.ગંગાના પાણીમાં લગભગ ૧૦૦૦ પ્રકારના ‘બેક્ટેરિયોફેજ' જોવા મળે છે, જે બેક્ટેરિયાને નષ્ટ કરતા વાયરસ છે. સાયન્સ ફેક્ટના અહેવાલ મુજબ, અન્ય નદીઓમાં પણ બેક્ટેરિયોફેજ જોવા મળે છે, પરંતુ તેમની સંખ્યા ઓછી છે. ઉદાહરણ તરીકે, યમુના અથવા નર્મદા નદીઓમાં માત્ર ૨૦૦ થી ઓછા પ્રકારના બેક્ટેરિયોફેજ જોવા મળે છે. આ જ કારણ છે કે અન્ય નદીઓના પાણીની સરખામણીમાં ગંગાનું પાણી સરળતાથી ખરાબ થતું નથી. ગંગાના પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે, જે તેને લાંબા સમય સુધી બગાડવા દેતું નથી. ગંગાના પાણીની બીજી વિશેષતા એ છે કે તેની વાતાવરણમાંથી ઓક્સિજન શોષવાની ક્ષમતા ઘણી વધારે છે. તે અન્ય નદીઓ કરતાં ૨૦ ગણી વધુ ગંદકીને શોષી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
