હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

લાહોર : પાકિસ્તાનમાં બાબા ગુરુ નાનક દેવજીની ૫૫૫મી જન્મજયંતિની ઉજવણી માટે આવતા મહિને ભારતમાંથી ૩૦૦૦ થી વધુ શીખ તીર્થયાત્રીઓ અને અન્ય દેશોમાંથી ૧૦૦૦ લોકો આવે તેવી અપેક્ષા છે.
ઈવેકયુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના એડિશનલ સેક્રેટરી શ્રાઈન્સ સૈફુલ્લા ખોખરે બુધવારે અહીં પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની બેઠક દરમિયાન આ વાત કહી.
આ બેઠકની અધ્યક્ષતા ઈવેકયુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના અધ્યક્ષ સૈયદ અતાઉર રહેમાને કરી હતી. પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ સરદાર રમેશ સિંહ અરોરા, ઉપપ્રમુખ સરદાર મહેશ સિંહ અને અન્ય સભ્યો પણ હાજર હતા.
બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશી યાત્રાળુઓ માટે વિઝા જારી કરવાની સુવિધા માટે વિઝા ઓટોમેશન સિસ્ટમ્સ શરૂ કરવામાં આવી છે.
અન્ય તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત, યાત્રાળુઓ માટે ખાસ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તદુપરાંત, કાર્યક્રમ દરમિયાન સુરક્ષા સુનિ?તિ કરવા માટે બોર્ડના ૧૦૦ સુરક્ષા રક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. તીર્થયાત્રીઓની આતિથ્ય સત્કારમાં કોઈ કસર છોડવામાં ન આવે તેની ખાતરી કરવા માટે તમામ વ્યવસ્થાઓનું ઝીણવટથી નિરીક્ષણ કરવામાં આવશે, શ્રી ખોખરે જણાવ્યું હતું કે, ભારતમાંથી શીખ યાત્રાળુઓ ૧૪ નવેમ્બરે વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પહોંચે તેવી અપેક્ષા છે.
બાબા ગુરુ નાનક દેવજીની જન્મજયંતિનો મુખ્ય સમારોહ ૧૫ નવેમ્બરે નાનકાના સાહિબના ગુરુદ્વારા જન્મસ્થાન ખાતે યોજાશે.
ઈવેકયુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના વડા સૈયદ અતાઉર રહેમાને ભારપૂર્વક જણાવ્યું હતું કે શીખ યાત્રાળુઓને સુવિધા આપવા, ગુરુદ્વારાઓના નવીનીકરણને વધારવા અને ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવશે.
બેઠક દરમિયાન, અધ્યક્ષે ગુરુદ્વારા માટેના સંચાલન અને ખર્ચ, સેવાદાર અને ગ્રંથીઓ (ધાર્મિક સ્ટાફ)ની સંખ્યામાં વધારો અને આગામી જન્મજયંતિની ઉજવણી અને અન્ય કાર્યક્રમો સાથે સંકળાયેલા ખર્ચ સહિત વિવિધ પગલાંને મંજૂરી આપી હતી.
પાકિસ્તાન શીખ ગુરુદ્વારા -બંધક સમિતિના પ્રમુખ અને પ્રાંતીય મંત્રી સરદાર રમેશ સિંહ અરોરાએ જણાવ્યું હતું કે આ વર્ષે, ‘પ્રકાશ પરબ' (ગુરુ નાનકની જન્મજયંતિની ઉજવણી) ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવશે. ‘તીર્થયાત્રીઓને શ્રેષ્ઠ આવાસ, પરિવહન અને ભોજન સેવાઓ પ્રદાન કરવામાં આવશે.'
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM