<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

નાગરિકતા કાયદાની કલમ 6A કાયદેસર

સુપ્રીમકોર્ટે ૪.૧ બહુમતી સાથે ચુકાદો આપ્‍યો

સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે આસામ સમજૂતીને આગળ ધપાવવા માટે ૧૯૮૫માં સુધારા દ્વારા નાગરિકતા કાયદાની કલમ ૬ખ્‍ની બંધારણીય માન્‍યતાને સમર્થન આપ્‍યું હતું. દેશની સર્વોચ્‍ચ અદાલતે ૪-૧ બહુમતી સાથે ચુકાદો આપ્‍યો. બંધારણીય બેંચે નાગરિકતા કાયદાની કલમ 6Aની માન્‍યતાની પુષ્ટિ કરી છે. આ અંતર્ગત ૧ જાન્‍યુઆરી, ૧૯૬૬થી ૨૫ માર્ચ, ૧૯૭૧ વચ્‍ચે આસામમાં પ્રવેશેલા ગેરકાયદેસર વસાહતીઓને નાગરિકતાનો લાભ આપવામાં આવ્‍યો હતો. તેમાંથી મોટાભાગના બાંગ્‍લાદેશના હતા.

 આ આદેશ એવી અરજી પર આવ્‍યો હતો કે બાંગ્‍લાદેશ (તત્‍કાલીન પૂર્વ પાકિસ્‍તાન) માંથી શરણાર્થીઓના ધસારાને કારણે આસામના વસ્‍તી વિષયક સંતુલનને અસર થઈ હતી. તેમાં કહેવામાં આવ્‍યું છે કે નાગરિકતા કાયદાની કલમ ૬ખ્‍ રાજ્‍યના આદિવાસીઓના રાજકીય અને સાંસ્‍કળતિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

બહુમતીનો ચુકાદો વાંચતા મુખ્‍ય ન્‍યાયાધીશે કહ્યું કે કલમ 6Aનો અમલ એ આસામની અનોખી સમસ્‍યાનો રાજકીય ઉકેલ છે. બાંગ્‍લાદેશની રચના પછી રાજ્‍યમાં ગેરકાયદેસર વસાહતીઓના મોટા પાયે પ્રવેશે તેની સંસ્‍કળતિ અને વસ્‍તીને ગંભીર રીતે જોખમમાં મૂકયું હતું.

 CJI ધનંજય વાય ચંદ્રચુડ, જસ્‍ટિસ સૂર્યકાંત, એમએમ સુદેશ અને મનોજ મિશ્રાની બેન્‍ચે તેની તરફેણમાં ચુકાદો આપ્‍યો હતો. સાથે જ જસ્‍ટિસ જે.બી.પારડીવાલાએ આ જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરી ભવિષ્‍યમાં તેને અસરકારક ગણાવી હતી. જસ્‍ટિસ જેબી પારડીવાલાએ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્‍ટિસ સૂર્યકાન્‍ત, એમએમ સુદેશ અને મનોજ મિશ્રાના બહુમતી અભિપ્રાયથી અસંમત હતા.

ચીફ જસ્‍ટિસે કહ્યું કે, કેન્‍દ્ર સરકાર આ કાયદાને અન્‍ય વિસ્‍તારોમાં પણ લાગુ કરી શકી હોત, પરંતુ તેણે તેમ કર્યું નથી. તેને આસામ માટે ખાસ બનાવવામાં આવ્‍યો હતો. આસામમાં આવતા સ્‍થળાંતરકારોની સંખ્‍યા અને સંસ્‍કળતિ વગેરે પર તેની અસર વધુ છે. આસામમાં ૪૦ લાખ પ્રવાસીઓની અસર પશ્ચિમ

બંગાળ કરતા વધુ છે, કારણ કે આસામનો વિસ્‍તાર પヘમિ બંગાળ કરતા ઓછો છે.

(4:31 PM IST)