<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

હરિયાણાના મુખ્‍યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ શપથ ગ્રહણ કર્યા : PM મોદી- અમિત શાહ હાજર

કુલ ૧૪ મંત્રીઓએ શપથ લીધા : અનિલ વીજ ત્રીજી વાર મંત્રી બન્‍યા

નવી દિલ્‍હી,તા.૧૭ : નાયબ સિંહ સૈનીએ હરિયાણાના મુખ્‍યમંત્રીના રૂપમાં શપથ લીધા છે. આ શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સામેલ થયા હતા.

 વડાપ્રધાન મોદી, કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ,  નીતિન ગડકરી, જેપી નડ્ડા, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, આસામના મુખ્‍યમંત્રી હિમંત બિસ્‍વા શર્મા, મધ્‍ય પ્રદેશના મુખ્‍યમંત્રી મોહન યાદવ, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, આંધ્ર પ્રદેશના મુખ્‍યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, પવન કલ્‍યાણ સહિતના નેતા હાજર રહ્યાં હતા.

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ પણ નાયબ સિંહ સૈનીના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે પહોંચ્‍યા હતા.નાયબ સિંહ સૈનીએ રાજ્‍યપાલ બંડારૂ દત્તાત્રેય સાથે મુલાકાત કરી હતી અને પંચકુલામાં પાર્ટી કાર્યાલયમાં આયોજિત એક બેઠકમાં ભાજપના ધારાસભ્‍ય દળના નેતાના રૂપમાં સર્વસમ્‍મતિથી ચૂંટયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

મુખ્‍યમંત્ર નાયબસિંહ સૈનીની સાથે આ નેતાઓએ શપથ લીધા હતા. અનિલ વિજ, કિશન લાલ પંવાર, રાવ નરબીર સિંહ, મહિપાલ ઢાંડાએ મંત્રી પદના શપથ લીધા હતા.

હરિયાણામાં પાંચ ઓક્‍ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૯૦ સભ્‍યોની વિધાનસભામાં ૪૮ બેઠક જીતીને રાજ્‍યમાં ઐતિહાસિક જીત મેળવી હતી. કોંગ્રેસે ૩૭ બેઠક પર જીત મેળવી હતી. હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવાની સાથે નાયબસિંહ સૈનીએ બીજી વખત મુખ્‍યમંત્રી પદના શપથ લીધા હતા.

(4:21 PM IST)