હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

મુંબઈ : IT સેક્ટરની અગ્રણી ઈન્ફોસિસે ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી છે. ત્રિમાસિક ધોરણે એટલે કે નાણાકીય વર્ષ 2024-25ની એપ્રિલથી જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 4.7 ટકા વધીને રૂપિયા 6,506 કરોડ થયો છે.
સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન આવક પણ રૂપિયા 39,315 કરોડથી વધીને રૂપિયા 40,936 કરોડ થઈ છે. જ્યારે EBIT પણ રૂપિયા 8,288 કરોડથી વધીને રૂપિયા 8,649 કરોડ જ્યારે EBIT માર્જિન 21.1 ટકાના સ્તરે યથાવત રહ્યા છે. કંપની દ્વારા નાણાકીય વર્ષ 2025 માટેની ગાઈડન્સમાં 3.75-4.50 ટકા રેવેન્યૂ ગ્રોથનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અગાઉ આવકમાં વૃદ્ધિ 3 ટકાથી 4 ટકા હતો. ઈન્ફોસિસે આ અંગે કહ્યું કે ઓપરેટિંગ માર્જીનને લગતા ગાઈડન્સમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 20-22 ટકાના લેવલ પર યથાવત છે.
ઈન્ફોસિસે વચગાળાના ડિવિડન્ડ તરીકે શેરદીઠ રૂપિયા 21 ડિવિડન્ડ જાહેર કર્યું છે અને આ માટે કંપનીએ 29મી ઓક્ટોબર રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી છે તથા 8મી નવેમ્બર પેઆઉટ ડેટ છે.
અગાઉ નાણાકીય વર્ષ 2024માં કંપનીએ અંતિમ ડિવિડન્ડ રૂપિયા 20, સ્પેશિયલ ડિવિડન્ડ રૂપિયા 8 અને વચગાળાનું ડિવિડન્ડ રૂપિયા 18 જાહેર કર્યું હતું. દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે ઈન્ફોસિસના શેરનો ભાવ રૂપિયા 54.45 એટલે કે 2.84 ટકા ઉછળી રૂપિયા 1,974.55 રહ્યો હતો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM