ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
અંટીબાયોટીકની દવાઓના કડક નિયમો બનાવવા ૩ સમિતિયો રચાઈ
શ્વસનતંત્ર, તાવ અને નિમોનિયા સામે લડવાને માટે અંટીબાયોટિક દવાઓને લઈને નિયમો પર વિચાર કરશે

નવી દિલ્હી: નવીદિલ્હી ખાતે ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અંટીબાયોટિક દવાઓ સાથે સંકળાયેલા દિશાનિર્દેશોમાં સંશોધન કરવામાં આવશે. અંટીબાયોટીક દવાઓને લઈને કેન્દ્ર સરકારે દેશમાં વધુ કડક કાયદા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેને માટે ત્રણ સમિતિયોની રચના કરવામાં આવી છે. જે શ્વસનતંત્ર, તાવ અને નિમોનિયા સામે લડવાને માટે અંટીબાયોટિક દવાઓને લઈને નિયમો પર વિચાર કરશે.
સમિતિયોમાં અલગ અલગ એમ્સ અને દેશની શીર્ષ ચિકિત્સા સંસ્થાઓના ૧૯ ડોક્ટરને સામેલ કરવામાં આવ્યા છે. તે પૈકી ૧૧ ડોક્ટરો એવા છે જેઓ દિલ્હી, ચેન્નઈ, પુણે, જયપુર, ભોપાલ, ગોરખપુર, રાજકોટ, ચંડીગઢ અને ગુવાહાટીની સંસ્થાઓમાં કાર્યરત છે. જ્યારે તાવને લઈને મણીપાલની કસ્તુરબા મેડિકલ કોલેજ અને દેવધર એમ્સના બે વિશેષજ્ઞોને જવાબદારી સોંપવામાં આવી છે. એવી જ રીતે વસ્તીમાં ફેલાયેલા નિમોનિયાને લઈને સમિતિમાં કુલ-૮ સભ્યો છે. જે ચેન્નઈ, પોંડીચેરી, દિલ્હી, એમ્સ મંગલાગિરી, કોયંબતુર અને એમ્સ દેવધરમાં કાર્યરત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
