<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો : અમેરિકા ભારત સાથે સહમત: કહ્યું - પન્નુ કેસની તપાસથી સંતુષ્ટ

અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કાવતરાને લઈને ભારતીય તપાસ સમિતિ સાથેની બેઠક સકારાત્મક રહી. અમે ભારતની તપાસ અને સહયોગથી સંતુષ્ટ છીએ.

નવી દિલ્હી. ભારતીય વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે કેનેડિયન-અમેરિકન નાગરિક અને ખાલિસ્તાન સમર્થક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના સંબંધમાં યુએસ પાસેથી મળેલી માહિતીના આધારે એક સરકારી અધિકારીને હાંકી કાઢવામાં આવ્યો છે.

  ભારત તરફથી આ પુષ્ટિ ત્યારે આવી છે જ્યારે ભારતીય તપાસ ટીમના બે અધિકારીઓ પન્નુની હત્યાના ષડયંત્ર સાથે જોડાયેલા આરોપોની તપાસ માટે અમેરિકામાં છે. અમેરિકન અધિકારીઓએ પણ એક દિવસ પહેલા કહ્યું હતું કે એક ભારતીય અધિકારીને હાંકી કાઢવામાં આવ્યો છે. ગુરુવારે પણ અમેરિકાએ કહ્યું છે કે તેને તપાસના મામલામાં ભારત તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને તે તેનાથી સંતુષ્ટ છે.

 

 

(12:31 AM IST)