તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
૨૪ ઓક્ટોબરની આસપાસ, એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર્વતો બાજુ અથડાશે, જેના પરિણામે સારી હિમવર્ષા સાથે દિવાળી પહેલા જ શિયાળો આવી શકે છે: સ્કાયમેટ

સ્કાયમેટના વર્તારા મુજબ ૨૪ ઓક્ટોબરની આસપાસ, એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર્વતો બાજુ અથડાશે, જેના પરિણામે સારી હિમવર્ષા થશે.
૨૮ ઓક્ટોબરથી બર્ફીલા પવનો ઉત્તર અને મધ્ય ભારતમાં તાપમાનમાં ઘટાડો કરશે અને દિવાળી પહેલા જ શિયાળો આવી શકે છે.
આંદામાન સમુદ્રની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેના કારણે અહીં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે, જે ધીમે ધીમે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાશે.
જો તે વાવાઝોડું બને છે અથવા ડિપ્રેશન રહેશે તો તે હજુ પણ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ભારતના પૂર્વ કિનારા પર સારો વરસાદ આપશે. તે વિશે અત્યારે કંઈપણ કહેવું મુશ્કેલ છે કતેમ સ્કાયનો વર્તારો જણાવે છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
