તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
હદ થઇ ગઈ હો! કરવા ચોથની ખરીદી માટે ૫૦ હજાર રૂપિયા ન આપતા પત્નીએ પતિનું માથું ફોડી નાખ્યું
પતિએ પૈસા આપવાની ચોખ્ખી ના પાડતા પત્ની લાલઘૂમ થઈ ગઈ હતી અને ઈંટથી પતિનું માથું ફોડી નાખ્યું હતું

લખનૌ,તા. ૧૮: આગામી ૨૦ ઓક્ટોબરના રોજ કરવા ચોથનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. કરવા ચોથને લઈને મહિલાઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કરવા ચોથ અને દિવાળીના કારણે આ દિવસોમાં બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. કપડાથી લઈને કટલેરીની દુકાનોમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વચ્ચે ઉત્તરપ્રદેશના બરેલીથી ચોંકવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના પતિ પાસે કરવા ચોથની ખરીદી માટે ૫૦ હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે, પતિએ પૈસા આપવાની ચોખ્ખી ના પાડતા પત્ની લાલઘૂમ થઈ ગઈ હતી અને ઈંટથી પતિનું માથું ફોડી નાખ્યું હતું.
જે બાદ લોહીલુહાણ હાલતમાં પતિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જયાં તેની સારવાર કરવામાં આવી હતી. જે બાદ પતિએ ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં પત્ની સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે. અહલાદપુરના રહેવાસી હરીશ કુમારે ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં પત્ની સામે લેખિત ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, પહેલી પત્નીનું અવસાન થયા બાદ તેણે ૩ વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. ગત મંગળવારે જયારે તે ઘરે આવ્યો, ત્યારે તેની પત્નીએ કરવા ચોથની ખરીદી કરવા માટે તેની પાસે ૫૦ હજાર રૂપિયા માંગ્યા હતા. જોકે, તેની પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે પૈસા આપવાનો ઈનકાર કર્યો હતો.
જે બાદ બંનેની વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ હતી. જોત જોતામાં પત્ની એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે ઈંટ મારીને તેના પતિ હરીશનું માથું ફોડી નાખ્યું હતું. જે બાદ તેના પતિને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જયાં ફરજ પર હાજર ડોક્ટરે તેની સારવાર કરી હતી.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
