તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
અનોખો જુગાડઃ કોલસા કે લાઈટથી નહીં પણ આ ભાઈ કરે છે ગેસ સિલિન્ડરથી કપડાને પ્રેસ
છેલ્લા ચાર વર્ષથી તે આનાથી જ પ્રેસ કરે છે. તેની આ અનોખી રીત લોકોની વચ્ચે ખૂબ જ ફેમસ થઈ છે

મથુરા,તા. ૧૮: ભારતને જુગાડનો દેશ કહેવાય છે, જયાં તમને જુગાડથી ચાલતી કેટલીય વસ્તુઓ જોવા મળી જશે. અડધાથી વધારે ભારત તેના પર નિર્ભર છે. આવો જ એક જુગાડ મથુરાના યુવકે તૈયાર કર્યો છે, જે લોકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તમે કોલસા કે વીજળીથી પ્રેસ થતી જોઈ હશે, પણ આ યુવકે તો અનોખી પ્રેસ બનાવી છે. જે ગેસ સિલિન્ડરથી ચાલે છે.
મથુરાના આ યુવકનો અનોખો જુગાડ લોકોને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યો છે. તેનું નામ હની સિંહ છે અને તે કપડા પર પ્રેસ કરવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે, તેની પ્રેસ કોલસા અથવા વીજળીથી નહીં પણ ગેસ સિલિન્ડરથી ચાલે છે.
હની સિંહે તેને સિલિન્ડરમાં ફિટ કરી છે, જે તેને જન્મદિવસ પર ગિફટમાં મળી હતી. આજે તે સિલિન્ડરની મદદથી તે પોતાના આખા પરિવારનું જીવનનિર્વાહ કરે છે.
૨૫ વર્ષીય હની સિંહે જણાવ્યું કે, તે સિલિન્ડર તેની માતાએ તેને જન્મદિવસ પર આપ્યો હતો, તેણે તેને આજીવિકાનું સાધન બનાવ્યું છે. આ કામ તેણે પોતાના કાકા પાસેથી શીખ્યું છે અને છેલ્લા ચાર વર્ષથી તે આનાથી જ પ્રેસ કરે છે. તેની આ અનોખી રીત લોકોની વચ્ચે ખૂબ જ ફેમસ થઈ છે. લોકો ન ફક્ત તેની પાસે કપડા પ્રેસ કરાવે છે, પણ તેને પ્રેમ અને સહયોગ પણ આપે છે.
હની સિંહના ખભ્ભા પર આખા ઘરની જવાબદારી છે. તેનો જન્મદિવસ ૧ જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ થયો હતો અને તેની માતાએ તેના જન્મદિવસ પર આ સિલિન્ડર ગિફટમાં આપ્યો હતો. હનીને આ કામ કરવાનું ગમે છે અને તે ૨૦ રૂપિયા પ્રતિ એક જોડીના હિસાબથી ચાર્જ લે છે.
હની સિંહ એક દિવસમાં લગભગ ૫૦ જોડી કપડા પ્રેસ કરે છે અને તેનાથી પરિવારની આજીવિકા ચાલે છે. તેનું કહેવું છે કે, આ અનોખી રીતથી તેનું ઘર તો ચાલે જ છે, પણ લોકોનો પ્રેમ અને લોકો વચ્ચે એક આગવી ઓળખ ઊભી થઈ છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
