તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
EDએ અભિનેત્રી તમન્ના ભાટિયાની પૂછપરછ કરી
મહાદેવ બેટિંગ એપની સબસિડિયરી એપ ‘ફેર પ્લે' પર IPL મેચોના પ્રચારના સંબંધમાં

નવી દિલ્હી,તા. ૧૮: બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મહાદેવ બેટિંગ એપની સબસિડિયરી એપ ‘ફેર પ્લે'પર IPL મેચોના પ્રચારના સંબંધમાં ED દ્વારા અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ એપ પર ગેરકાયદેસર રીતે IPL મેચ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે વાયાકોમને ૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં તેની સંડોવણીને કારણે તમન્ના ભાટિયાની ગુવાહાટીમાંED ઓફિસમાં સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત HPZ એપ અંગે પણ પૂછપરછ કરવામાં આવી છે.
HPZ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ તમન્ના ભાટિયાની પૂછપરછ કરી હતી. આ એપ તમન્ના ભાટિયા દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. આ HPZ એપ મહાદેવ સટ્ટાબાજીની એપ સાથે પણ જોડાયેલ છે. HPZ એપ કૌભાંડમાં EDએ તમન્ના ભાટિયાને પૂછપરછ માટે બોલાવી છે. આ કેસમાં તમન્ના ભાટિયાની આરોપી તરીકે નહીં પરંતુ આ એપને પ્રમોટ કરવાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
