<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

કાશ્‍મીરમાં જળસ્ત્રોત સુકાયાઃ પીવાના પાણીની હાડમારીઃ ટેન્‍કરો દોડાવાયા

ઉત્તરી કાશ્‍મીર અને શ્રીનગર સૌથી વધુ પ્રભાવીત દુકાળ પડવાથી પરિસ્‍થિતિનું નિર્માણઃ તંત્ર ખડેપગે

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા.૧૮: ધરતી પરનું સ્‍વર્ગ કાશ્‍મીર પીવા યોગ્‍ય પાણીની કમીથી ઝઝુમી રહ્યું છે. કેમકે લાંબા સમયથી ચાલી રહેલ દુકાળને કારણે સપાટીના જળસ્ત્રોત સુકાઈ રહ્યા છે. જોકે ખીણ પ્રદેશમાં સ્‍થિતિ ચિંતાજનક નથી માનવામાં આવી રહી.પણ સાર્વજનિક સ્‍વાસ્‍થ્‍ય એન્‍જિનિયરિંગ વિભાગે કાશ્‍મીર માટે સ્‍વીકાર કર્યો છે કે આ વિસ્‍તારમાં લગભગ ૧૦ થી ૧૫ ટકા ભાગોમાં પાણીની કમી છે ખાસ કરીને ઉત્તરી કાશ્‍મીર અને શ્રીનગરના કેટલાક ભાગોમાં.

પીએચઇએ કાશ્‍મીરના મુખ્‍ય અભિયંતા વીવેક કોહલીના હવાલાથી જણાવેલ કે સોપોર અને કુપવાડાના કેટલાક વિસ્‍તારો સહિત અમુક જિલ્લા પ્રાકળતિક જળ સંસાધનોની કમીથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવેલ કે સપાટીનું પાણી ખૂબ જ હદ સુધી સુકાઈ ગયું છે ખાસ કરીને તે વિસ્‍તારમાં જે તેના પર નિર્ભર છે. શ્રીનગરમાં દાચીગામ જળસ્ત્રોત સુકાવાના કારણે અમારી જળ ઉપચાર યોજના પુરી ક્ષમતાથી નથી ચાલી રહી.

તેમણે જણાવેલ કે પાણીના ટેન્‍કર શરૂ કરી દેવામાં આવ્‍યા છે. જો જરૂર પડશે તો વધારાના ટેન્‍કર ભાડા ઉપર ઉપલબ્‍ધ છે. જેથી તે સુનિヘતિ કરી શકાય કે કોઈ પણ પાણી વગર ન રહે. તેમનું કહેવું છે કે અમે લોકો કામ પર લાગેલા છીએ અને કાશ્‍મીરમાં પાણી પુરૂ પાડવામાં કોઈપણ પ્રકારની મોટી બાધા ને રોકવા માટે પગલા લેવાઈ રહ્યા છે.

(11:47 AM IST)