તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
બાંગ્લાદેશમાં જબરદસ્ત ભૂકંપ : ભારત સુધી ધરતી ધ્રૂજી
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ની તીવ્રતા

નવી દિલ્હી, તા.૧૮: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા હતા. તેના આંચકા ભારત સુધી અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ભૂકંપ (બાંગ્લાદેશમાં ભૂકંપ) મધરાતે ૧૨:૧૩ વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમીની ઊંડાઈ પર હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ની તીવ્રતા નોંધાઈ હતી.
બાંગ્લાદેશમાં આવેલા આ ભૂકંપના કારણે ભારતના સરહદી રાજ્ય ત્રિપુરામાં પણ આંચકા અનુભવાયા હતા. આ સિવાય પશ્ચિમ બંગાળમાં ખૂબ જ હળવા આંચકા અનુભવાયા હતા.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
