<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

મહારાષ્‍ટ્ર સરકારને મોટો ઝટકો, આચાર સંહિતા ભંગ મામલે ચૂંટણીપંચે કરી આકરી કાર્યવાહી

 મુંબઇ : મહારાષ્‍ટ્રમાં હવે ચૂંટણી નજીક છે ત્‍યારે ચૂંટણી પંચે મહારાષ્‍ટ્ર સરકારને મોટો ઝટકો આપ્‍યો છે. ચૂંટણી પંચે શિંદે સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા કરવામાં આવેલી નિમણૂકો અને ઉતાવળે લેવાયેલા નિર્ણયોને આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ અમલમાં લાવવાને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્‍યું છે.

 આ સાથે આચાર સંહિતા લાગુ રહે ત્‍યાં સુધી નિર્ણય-નિમણૂકને યથાવત્‌ રાખવાનો આદેશ આપ્‍યો પણ સરકારે તેનું અમલ ન કર્યું અને નિર્ણયો લાગુ કરી અને ટેન્‍ડર પણ જાહેર કરી દીધા. જેને ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવતા આ મામલે ગંભીરતા દાખવી અને શિંદે સરકારને વિસ્‍તળત અહેવાલ રજૂ કરવા ફરમાન કર્યું છે.

 જોકે ચૂંટણી પંચની કાર્યવાહી અને આક્રમક વલણ બાદ રાજ્‍યની સરકારે આચાર સંહિતા દરમિયાન સરકારી વેબસાઈટ પર જાહેર કરાયેલા ૧૦૩ નિર્ણય (ઞ્‍ય્‍) અને ૮ ટેન્‍ડર રદ કરી દીધા હતા. 

(1:19 PM IST)