તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
વૈશ્વિક સંકેતો વચ્ચે સોનુ રૂપિયા 80 હજાર નજીક પહોંચ્યુ :શું ચાંદી રૂપિયા એક લાખે આંબશે?: શું કહે છે નિષ્ણાતો?
ઘરેલુ માંગ વધતા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે વિશ્વભરના બજારોમાં સોનામાં નવેસરથી તેજીના મંડાણ

અમદાવાદ : ઘરેલુ માંગ વધતા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે વિશ્વભરના બજારોમાં સોનામાં નવેસરથી તેજીના મંડાણ થયા છે. ભારતીય બજારોમાં તો સોનાના ભાવ ઐતિહાસિક રૂપિયા 80 હજારની નજીક પહોંચી ગયા છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 79,350થી રૂપિયા 550 ઉછળી રૂપિયા 79,900 થયા છે.આ દરમિયાન દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,000 વધીને રૂપિયા 94,500 થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)ખાતે ડિસેમ્બર ડિલીવરી માટે સોનું રૂપિયા 77,620 રહ્યું છે. જ્યારે ચાંદીના વાયદાનો ભાવ રૂપિયા 1,231 એટલે કે 1.34 ટકા ઉછળી રૂપિયા 92,975 રહ્યો છે.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવ 80 હજારની સપાટી પહોંચવા જઈ રહ્યા છે. જ્યારે ચાંદીના ભાવ એક વખત રૂપિયા 95 હજારની સપાટી હાંસલ કરી લેશે તો રૂપિયા એક લાખની સપાટીની પ્રબળ સંભાવના રહેલી છે. ચાંદી માટે રૂપિયા 95 હજારનું લેવલ હાંસલ કર્યાં બાદ તેને જાળવી રાખવું જરૂરી છે.
વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે. સોનાનો ઔંસદીઠ ભાવ 0.76 ટકા ઉછળી 2,728.10 ડોલર પહોંચ્યો છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 1.70 ટકા વધી 32.32 ડોલર થયો છે.
બીજી બાજુ અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. અમદાવાદ ચાંદી રૂપિયા 92,000થી રૂપિયા 500 ઉછળી રૂપિયા 92,500 થઈ હતી. જ્યારે સોનુ (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 79,300થી રૂપિયા 500 વધી રૂપિયા 79,800 રહ્યો હતો. જ્યારે સોનુ (99.5) રૂપિયા 79,100થી રૂપિયા 79,600 રહ્યા હતા.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
