તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
બિલી બોર્ડન સહિતના લોકપ્રિય અમ્પાયરો કાશ્મીરના અંતરીયાળ ગામની મુલાકાતેઃ કાલીંદની કારીગરીની પ્રશંસા કરી
સ્થાનીય વ્યંજનો દાઢે વળગ્યાઃ લોકોની ફોટો લેવા પડાપડી

(સુરેશ દુગગર દ્વારા) જમ્મુ તા.૧૮: ન્યૂઝીલેન્ડના ક્રિકેટ અમ્પાયર બિલિ બોર્ડન, માર્ટિનિઝ અને નીગેલ લોગ સહિત અન્ય અમ્પાયરોએ કાશ્મીરના અજાણ્યા વિસ્તારો જોવા માટે એક ગામનું પ્રવાસ કર્યો હતો બીલી બોર્ડન આવવાની ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ અને લોકો તેમની સાથે સેલ્ફી લેવા અને વિડિયો ક્લિક કરવા માટે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. કાશ્મીરમાં રહેતા બોર્ડન લેજન્ડ લીગ ક્રિકેટના અમ્પાયરોમાંથી એક છે. ટ્રાવેલ એજન્ટ સોહિલ ખાને જણાવેલ કે બિલિ બોડેન ગુલમર્ગમાં રહી રહ્યા હતા અને તેમણે ગામડાનું જીવન જોવાની ઈચ્છા દર્શાવી હતી એટલે અમે તેમને ઘરે લઈ આવ્યા અને તેઓ ગામની વિશિષ્ટ સંસ્કળતિ જોઈને રોમાંચિત થઈ ગયા હતા.
લોકો મુજબ બિલિ બોડેનને સ્થાનિક કાલીદ સૌથી વધુ પસંદ આવ્યું હતું. તેમણે જણાવ્યું કે બીલી બોડેને જટીલ ડિઝાઇન અને જીવંત રંગોની પ્રશંસા કરી અને દરેક ટુકડામાં કારીગરો દ્વારા નાખવામાં આવેલ કૌશલ્ય અને સમર્પણ અંગે પણ માહિતી મેળવી હતી. તેઓએ કાલિન્દ બનાવવા અંગે પૂછપરછ પણ કરી હતી. એવું લાગ્યું કે તેમણે પહેલા કયારેય કાલીદ જોઈ ન હોય. લગભગ બે કલાક તેઓ અહીં રોકાયા હતા. તેમણે પોતાના ઘર માટે પણ એક આવી જ કાલીદ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સ્થાનીય લોકોએ ક્રિકેટના સૌથી લોકઙ્ઘિય અમ્પાયરને વાઝવાન ખવડાવ્યું હતું. ખાન મુજબ તેમને રિશ્તા, ગોસ્તાબા, રોગનજોશ અને કબાબ પીરસયું હતું. તેમણે કાશ્મીરની પાક કલાના પણ વખાણ કર્યા હતા. તેમણે આ વ્યંજનોને પ્રેમથી ખાધું હતું અને કહેવાની પણ પ્રસંશા કરી હતી.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
