તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
તેલંગાણામાં રસ્તાઓ ઉપર મગર દોડવા લાગ્યા

જંગલી જનાવરોને લઇ જતી ટ્રક પલટી મારી ગયેલપટના,તા. ૧૮: વરસાદની સિઝનમાં વડોદરાના રસ્તા પર મગર ફરતા અનેક વીડિયો આપણે જોયા, પરંતુ જો મગરની સાથે વાઘ અને અન્ય ખતરનાક પ્રાણીઓ પણ રોડ પર જોવા મળે તો? ભલભલાના હાજા ગગડી જાય. આવું જ કાંઇક તેલંગાણામાં જોવા મળ્યું હતું. જંગલી પ્રાણીઓની લઈ જતી ટ્રકનો અકસ્માત થયો હતો. અને ટ્રકમાં રહેલા જાનવરો બહાર આવી ગયા હતા. માહિતી અનુસાર પટનાના સંજય ગાંધી બાયોલોજિકલ પાર્કથી બેંગલુરુના બન્નરઘટ્ટા નેશનલ પાર્કમાં જંગલી પ્રાણીઓને લઈ જતી ટ્રક તેલંગાણાના નિર્મલ જિલ્લામાં પલટી ગઈ, ત્યારબાદ બે મગર થોડીવાર ભાગી ગયા હતા. પરંતુ વનકર્મીઓની મદદથી તેને પકડી લેવામાં આવ્યા.
પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. નિર્મલની મોન્ડીગુટ્ટા ફોરેસ્ટ ચોકી પાસે બુધવારે રાત્રે લગભગ ૧ વાગ્યે આ ઘટના બની હતી. આ સમય દરમિયાન, ડ્રાઈવર કથિત રીતે વાહન બેદરકારીથી ચલાવી રહ્યો હતો જેના કારણે વાહન નેશનલ હાઈવે-૪૪ પર સિમેન્ટના થાંભલા સાથે અથડાયું અને પલટી ગયું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આઠ મગર અને એક સફેદ વાઘ અને અન્ય જંગલી પ્રાણીઓને પટનાથી એક ટ્રકમાં બેંગલુરુ લઈ જવામાં આવી રહ્યા હતા અને ઘટના બાદ તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
