News of Friday, 18th October 2024
દિવાળીથી શરૃ થશે માથેરાનની મિની ટ્રેન

મુંબઇ, તા.૧૮ઃ ચોમાસું પૂરું થયા બાદ માથેરાનની મિની ટ્રેન સામાન્ય રીતે ૧૫ ઑકટોબરની આસપાસ ફરી શરૃ થઈ જાય છે. જોકે ગઈ કાલ સુધી મિની ટ્રેન શરૃ ન થતાં માથેરાનના ચાહકો ટ્રેન કેમ શરૃ નથી થઈ? ક્યારે થશે? એવા સવાલ કરી રહ્યા હતા તેમને સેન્ટ્રલ રેલવેએ જવાબ આપી દીધો છે. સેન્ટ્રલ રેલવેએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે માથેરાનની મિની ટ્રેન ૧ નવેમ્બરે એટલે કે દિવાળીના દિવસથી નેરુળથી માથેરાન સુધી શરૃ કરી દેવામાં આવશે. આથી દિવાળીના વેકેશનમાં માથેરાન જનારાઓ મિન ટ્રેનનો આનંદ માણી શકશે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં અમન લૉજથી માથેરાન દરમ્યાન જ મિની ટ્રેન દોડાવવામાં આવે છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
