<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

બિશ્‍નોઇ સાબરમતી જેલમાં જ કેમ કેદ છે? બીજા રાજ્‍યોને કસ્‍ટડી શા માટે સોંપાતી નથી

મુંબઇ,તા. ૧૮: મહારાષ્‍ટ્રના પૂર્વ મંત્રી તથા બોલિવૂડ સિતારાઓના અંગત મિત્ર બાબા સિદ્દિકીની હત્‍યા કરાવ્‍યાના દાવા સાથે લોરેન્‍સ બિશ્‍નોઈ ગેંગ ફરી ચર્ચામાં આવી છે. ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્‍નોઈએ અમદાવાદની સાબરમતી જેલમાં બેઠાં બેઠાં જ મુંબઈમાં મોટા ગજાના નેતાની હત્‍યા કરાવી અને ફિલ્‍મસ્‍ટાર સલમાન ખાન માટે ભયનું વાતાવરણ પણ સજર્યાની ચર્ચા વેગવાન છે. ત્‍યારે સૌથી મોટો સવાલ એ છે કે, લોરેન્‍સ બિશ્‍નોઈને સાબરમતી જેલમાં જ કેમ રાખવામાં આવ્‍યો છે?

કચ્‍છના ડ્રગ્‍સ કેસમાં ધરપકડ કરીને લવાયા પછી સીઆરપીસી ૨૬૮ લાગુ કરીને લોરેન્‍સ બિશ્‍નોઈને સાબરમતી જેલમાંથી અન્‍ય જેલમાં લઈ જવા પર પ્રતિબંધ છે. તેને લંબાવીને ઓગસ્‍ટ ૨૦૨૫ સુધી કરાયો છે. લોરેન્‍સ સામે ૨૦થી ગુના છે તેમાં ગુજરાત કરતાં રાજસ્‍થાન અને મુંબઈમાં વધુ સંખ્‍યા છે. છતાં બીજા રાજ્‍યને કસ્‍ટડી આપવા ઉપર પ્રતિબંધ શા માટે તેવો સવાલ કાયદાના જાણકારોમાં થઈ રહ્યો છે. બીજી તરફ, લોરેન્‍સ બિશ્‍નોઈ અંગે કેનેડાની સરકારે પણ સવાલ ઊઠાવ્‍યાં છે.

મુંબઈમાં બાબા સિદ્દિકીની હત્‍યા પછી કરાયેલા દાવાથી અમદાવાદની સાબરમતી જેલમાં બેઠાં બેઠાં લોરેન્‍સ બિશ્‍નોઈ પોતાની ગેંગનું નેટવર્ક ચલાવતો હોવાની ચર્ચા છે. ૩૧ વર્ષના લોરેન્‍સ બિશ્‍નોઈ સામે કચ્‍છમાં ડ્રગ્‍સની હેરાફેરીનો કેસ નોંધાયો હતો. આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા ઓગસ્‍ટ ૨૦૨૩માં લોરેન્‍સ બિશ્‍નોઈનો કબજો મેળવવામાં આવ્‍યો હતો. એટીએસ દ્વારા તપાસ પૂર્ણ થઈ તે પછી સાબરમતી જેલમાં મોકલવામાં આવ્‍યો હતો.

પંજાબ યુનિવર્સિટીમાં અભ્‍યાસ દરમિયાન ગુનાખોરીમાં કદમ માંડનાર લોરેન્‍સ બિશ્‍નોઈની કસ્‍ટડી બીજા રાજ્‍યોની પોલીસને આપવામાં આવતી નથી. પ્રતિબંધ મુકાયો હોવાથી પંજાબ સહિતના રાજ્‍યોની પોલીસે સાબરમતી જેલમાં જ આવીને લોરેન્‍સ બિશ્‍નોઈની પૂછપરછ કરવી પડે છે. જો કે, આ માટે એન્‍કાઉન્‍ટર કરાવી નંખાય તેવો ખતરો બતાવી બિ‘ોઈને કાયદાકીય સુરક્ષા કવચ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. બાબા સિદ્દિકીની હત્‍યાની જવાબદારી લોરેન્‍સ બિશ્‍નોઈ ગેંગે સ્‍વિકારી છે.

(3:28 PM IST)