તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
કિમ જોંગ યુક્રેન સામે યુદ્ધ લડશે?: પુતિનના ખુલ્લેઆમ સમર્થનમાં તાનાશાહ :રશિયા 12 હજાર સૈનિકો મોકલ્યા
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ યુક્રેન સાથે યુદ્ધના મૂડમાં :દક્ષિણ કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ મુજબ ઉત્તર કોરિયાના સ્પેશિયલ ઓપરેશન ફોર્સના 1,500 સૈનિકોને રશિયન નૌકાદળના જહાજો પર મોકલ્યા

દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ શુક્રવારે કહ્યું કે ઉત્તર કોરિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાની મદદ માટે સૈનિકો મોકલ્યા છે. આ પહેલા ગુરૂવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના દસ હજાર સૈનિકો તેમના દેશમાં રશિયા વતી લડવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર કોરિયાના કેટલાક સૈનિકોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ દાવાઓ દર્શાવે છે કે ત્રીજો દેશ રશિયા-યુક્રેન યુદ્ધમાં કૂદી શકે છે. જો આમ થશે તો ઉત્તર કોરિયા અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધી શકે છે.
દક્ષિણ કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS) એ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 8 થી 13 ઓક્ટોબર વચ્ચે રશિયન નેવીના જહાજો દ્વારા ઉત્તર કોરિયાના સ્પેશિયલ ઓપરેશન ફોર્સના 1,500 સૈનિકોને મોકલવામાં આવ્યા હતા. તેમને રશિયન બંદર શહેર વ્લાદિવોસ્તોક લઈ જવામાં આવ્યા છે. ઉત્તર કોરિયાના વધુ સૈનિકો ટૂંક સમયમાં રશિયા મોકલવામાં આવે તેવી શક્યતા છે.
NIS અનુસાર, ઉત્તર કોરિયાના સૈનિકોને રશિયન લશ્કરી ગણવેશ, હથિયારો અને બનાવટી ઓળખ દસ્તાવેજો આપવામાં આવ્યા છે. આ સૈનિકો હાલમાં વ્લાદિવોસ્તોક સહિત અન્ય રશિયન સૈન્ય મથકોમાં તૈનાત છે. તાલીમ બાદ તેમને યુદ્ધના મેદાનમાં મોકલી શકાય છે.
દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપના અહેવાલ મુજબ ઉત્તર કોરિયાએ કુલ 12 હજાર સૈનિકો રશિયા મોકલવાનો નિર્ણય કર્યો છે. જોકે, NISએ આ અહેવાલની પુષ્ટિ કરી નથી.
પશ્ચિમી દેશોને યુક્રેનને મદદ કરતા રોકવા માટે રશિયાએ ફરીથી પરમાણુ શક્તિ બતાવી છે. આ વર્ષે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વારંવાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના દેશમાં પરમાણુ શસ્ત્રોનો વિશ્વનો સૌથી મોટો ભંડાર છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે રશિયા તેના વ્યૂહાત્મક પરમાણુ દળોના મિસાઇલ યુનિટની તૈયારીનું પરીક્ષણ કરી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ગુરુવારે આ દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ઉત્તર કોરિયાના દસ હજાર સૈનિકો તેમના દેશમાં રશિયા વતી લડવાની તૈયારી કરી રહ્યા છે. અમને આ અંગે માહિતી મળી છે
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
