<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

કાનપુરમાં વેજના નામે નોન-વેજ પીરસાયું :હવે મામા-ભાંજાની રેસ્ટોરન્ટ પર ચલાવાયું બુલડોઝર

કાનપુરના મામા-ભાંજા રેસ્ટોરન્ટમાં મોટી કાર્યવાહી:મનપાએ ઓળખ છુપાવવા અને વેજ ફૂડને બદલે નોન-વેજ ફૂડ પીરસવા બદલ રેસ્ટોરન્ટ સામે બુલડોઝરની કાર્યવાહી કરી

કાનપુરમાં ફરી એકવાર બુલડોઝરની કાર્યવાહી જોવા મળી છે.26 સપ્ટેમ્બરે કિદવાઈ નગર સ્થિત મામા-ભાંજા રેસ્ટોરન્ટના માલિક મુબીન અહેમદ પોતાની ઓળખ છુપાવી એક હિન્દુ તરીકે વેજ લોકોને  નોન-વેજ બિરયાની પીરસતા હતા. માહિતી મળતાં જ ફૂડ વિભાગે રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. બજરંગ દળના વડા વિશાલે આ અંગે કિદવાઈ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ મુખ્યમંત્રી પોર્ટલ પર પણ ફરિયાદ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પોર્ટલ પર ફરિયાદ બાદ શુક્રવારે મામા-ભાંજા રેસ્ટોરન્ટ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

 રેસ્ટોરન્ટ અંગે કાનપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે રેસ્ટોરન્ટ સંચાલક મુબીન અહેમદ ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને રેસ્ટોરન્ટ ચલાવતા હતા.

સઘન તપાસ બાદ શુક્રવારે મહાનગરપાલિકાના અધિકારીઓએ રેસ્ટોરન્ટ પર બુલડોઝર ચલાવ્યું હતું. કાનપુર નગર નિમગે કહ્યું કે રેસ્ટોરન્ટ ઓપરેટર મુબીન અહેમદે દુકાનની બહાર ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યું હતું. જેને લઈને રેસ્ટોરન્ટ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(12:08 AM IST)