News of Saturday, 19th October 2024
ચેન્નઈમાં એટલો બધો વરસાદ પડ્યો કે લોકોએ ચોથા માળે વાહનો પાર્ક કરવાં પડ્યાં

ચેન્નાઇ, તા.૧૯: ચેન્નઈમાં મંગળવારે ધોધમાર વરસાદ પડી ગયો. એટલોબધો પડ્યો કે પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા. કેટલાકના ઘરમાં પાણી ઘૂસી ગયાં. ગઈ વખતે પણ આવું જ થયું હતું અને ઘણા લોકોનાં વાહનોને બહુ નુકસાન થયું હતું. એટલે આ વખતે ફ્લૅટમાં રહેતા લોકોએ પાણી પહેલાં પાળ બાંધી લીધી. લોકો જે માળે રહેતા હોય તે માળ પર તેમણે પોતાનાં વાહનો પાર્ક કરી દીધાં છે. એટલે કે કોઈએ બીજા, કોઈએ ત્રીજા-ચોથા માળે વાહનો પાર્ક કરી દીધાં છે. એક મહિલાએ સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર ફ્લૅટના આંગણે ર્પાકિંગનો ફોટો અપલોડ કર્યો એ પછી અનેક લોકોએ પ્રેરણા લીધી હોવાનું કહેવાય છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
