<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

વિશ્વની ટોચની ૫૦ કંપનીઓમાં એક પણ ભારતીય કંપની નથી

એપલ નંબર વન પર છે, જે Nvidia તરફથી સખત સ્‍પર્ધાનો સામનો કરી રહી છે : મુકેશ અંબાણીની રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ ૫૭માં સ્‍થાને સરકી ગઈ છે

નવી દિલ્‍હી, તા.૧૯: દેશની સૌથી મૂલ્‍યવાન રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના શેર છેલ્લા ત્રણ મહિનામાં લગભગ ૧૬ ટકા તૂટયા છે. આ કારણે તે વિશ્વની ટોચની ૫૦ કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. companymarketcap.com મુજબ મુકેશ અંબાણીની કંપની વિશ્વની ટોચની કંપનીઓની યાદીમાં ૫૭માં સ્‍થાને સરકી ગઈ છે. તેનું માર્કેટ કેપ લગભગ $૨૨૦.૦૫ બિલિયન છે. આજે કંપનીના શેર BSE પર ૦.૬૪%ના વધારા સાથે રૂ. ૨૭૩૦.૭૫ પર ટ્રેડ કરી રહ્યા છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ ૧૮,૪૭,૮૨૧.૫૫ કરોડ રૂપિયા છે. તેની ૫૨ સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા ૩,૨૧૭.૯૦ છે.

અમેરિકન આઇફોન મેન્‍યુફેક્‍ચરિંગ કંપની એપલ માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી કંપની છે. તેનું માર્કેટ કેપ $૩.૫૩૫ ટ્રિલિયન છે. પરંતુ તેની સ્‍થિતિ Nvidia તરફથી જોખમમાં છે. AI ચિપ નિર્માતા Nvidia નું માર્કેટ કેપ $૩.૩૮૮ ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. માઇક્રોસોફ્‌ટ આ યાદીમાં ઼૩.૧૦૧ના માર્કેટ કેપ સાથે ત્રીજા સ્‍થાને છે. ગૂગલની પેરેન્‍ટ કંપની આલ્‍ફાબેટ $૧.૯૮૭ ટ્રિલિયન સાથે ચોથા સ્‍થાને છે. અમેરિકાની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન $૧.૯૭૪ ટ્રિલિયન સાથે પાંચમા સ્‍થાને છે. આ રીતે ટોપ ૫માં તમામ કંપનીઓ અમેરિકાની છે.

સાઉદી અરામ્‍કો $૧.૭૩૮ ટ્રિલિયનના માર્કેટ કેપ સાથે છઠ્ઠા સ્‍થાને છે. આ યાદીમાં ટોપ ૧૦૦માં માત્ર બે ભારતીય કંપનીઓ સામેલ છે. ટાટા ગ્રુપની કંપની TCS $૧૭૮.૩૬ બિલિયનના માર્કેટ કેપ સાથે ૮૦માં નંબર પર છે. ચીનની ૧૦ કંપનીઓને તેમાં સ્‍થાન મળ્‍યું છે. આ યાદીમાં અમેરિકન કંપનીઓનું વર્ચસ્‍વ છે. અમેરિકાની લગભગ બે તળતીયાંશ કંપનીઓ ટોપ ૧૦૦માં છે. કમાણીની દ્રષ્ટિએ, સાઉદી અરામ્‍કો નંબર વન પર છે જ્‍યારે વોલમાર્ટ આવક અને કર્મચારીઓની સંખ્‍યાના સંદર્ભમાં નંબર ૧ પર છે.

(10:22 AM IST)