News of Saturday, 19th October 2024
હરિયાણાના પ્રખ્યાત ઉદ્યોગપતિની ધરપકડ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ભીસ વધારી : પૂર્વ CM લાલુ યાદવ સાથે છે કનેક્શન
EDએ જમીનના બદલામાં નોકરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદના નજીકના અમિત કાત્યાલના ભાઈ રાજેશ કાત્યાલની ધરપકડ કરી

ચંદીગઢ : હરિયાણામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમે રિયલ એસ્ટેટ બિઝનેસમેન રાજેશ કાત્યાલની ધરપકડ કરી હતી. લાંબા સમયથી કેન્દ્રીય તપાસ એજન્સી ED લેન્ડ ફોર જોબ કેસમાં તપાસમાં વ્યસ્ત હતી. ઉદ્યોગપતિ સામે કરોડો રૂપિયાની મની લોન્ડરિંગનો કેસ છે. EDએ માર્ચ મહિનામાં બિઝનેસમેન અમિત કાત્યાલ અને રાજેશ કાત્યાલના ઘરો પર દરોડા પાડ્યા હતા. બંને ભાઈઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના નજીકના માનવામાં આવે છે. હવે ED રાજેશ કાત્યાલની પૂછપરછ કરી રહી છે.
નોંધનીય છે કે EDએ જમીનના બદલામાં નોકરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદના નજીકના અમિત કાત્યાલના ભાઈ રાજેશ કાત્યાલની ધરપકડ કરી છે. વધુમાં, અમિત કાત્યાલને ગયા વર્ષે કેન્દ્રીય એજન્સી દ્વારા લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, પુત્ર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી, સાંસદ પુત્રી મીસા ભારતી સંડોવતા કથિત રેલવે જમીન કૌભાંડ સંબંધિત એક અલગ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મની લોન્ડરિંગ કેસ ગુરુગ્રામ પોલીસ અને દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરથી પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં EDએ માર્ચમાં દરોડા પાડ્યા હતા અને એજન્સીએ 200 કરોડ રૂપિયાના વિદેશી રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવાનો દાવો કર્યો હતો.
આરોપી રાજેશ કાત્યાલનું હરિયાણાના ગુરુગ્રામ સાથે કનેક્શન છે. અહીં તેમનો ક્રિશ રિયાલિટી નામનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. જેના થકી તેણે સેંકડો લોકોને ઘર અપાવવાના નામે છેતરપિંડી આચરી છે. EDએ આ આરોપમાં તેની ધરપકડ કરી હતી.
EDએ માર્ચમાં દારૂના વેપારીઓ અમિત કાત્યાલ અને રાજેશ કાત્યાલના ઘર પર દરોડા પાડ્યા હતા. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શ્રીલંકામાં એક શેલ કંપનીના શેર હોલ્ડિંગ સાથે 200 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. EDએ ગુરુગ્રામના મોટા બિલ્ડર અમિત કાત્યાલની એમએસ ક્રિશ રિયલ ટેક પ્રાઈવેટ લિમિટેડ અને બ્રહ્મા સિટી પ્રાઈવેટ લિમિટેડ કંપની પર દરોડા પાડ્યા હતા. EDનું આ સર્ચ ઓપરેશન દિલ્હી, ગુરુગ્રામ અને સોનીપતમાં કંપની સાથે સંબંધિત 17 સ્થળોએ હાથ ધરવામાં આવ્યું હતું.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
