તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 19th October 2024
દિવાળી પર્વના કાઉન્ટ - ડાઉન સાથે બજારોમાં ખરીદીનો ધમધમાટ
મનુષ્ય જીવનમાં ઉર્જા-શકિત પ્રદાન કરતા દિવાળીના પર્વનો અનેરો મહિમા : ૩૧મી ઓકટોબરે દિવાળી જયારે તા.૨જી નવેમ્બરના રોજ નૂતન વર્ષ

નવી દિલ્હી, તા.૧૯: જીવનમાં આનંદ ઉલ્લાસના ઓઘ સર્જતા દિવાળી પર્વના કાઉન્ટ-ડાઉન સાથે બજારોમાં ધીમી ગતિએ ખરીદીના શ્રીગણેશ થયા છે, મંદી-મોંઘવારીની અસર હાલમાં વર્તાઈ રહી છે. શહેરના મુખ્ય બજારોમાં દિવાળીના સુશોભન, ગળહ વપરાશની ચીજવસ્તુઓ, ફરસાણ-મીઠાઇ બનાવવાનું રૉ-મટિરિયલ્સ, તૈયાર વષાો સહિતની સાધન-સામગીની ખરીદીનો દોર શરૂ થયો છે. છે.
મનુપ્ય જીવનમાં ઉર્જા-શક્તિ પ્રદાન કરતા દિવાળીના પર્વનો અનેરો મહિમાં છે, દિવાળીના પર્વે વેપાર-વણજ, ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ માટે ભગવતી સો મહાલક્ષ્મીનું પૂજન-અર્ચન લાભકારી ગણાય છે. આ વર્ષે રમા એકાદશી- વાઘબારસ તા.૨૮મીને સોમવારના રોજ છે. ધનતેરસ તા.ર૯મીને મંગળવારના રોજ, કાળી ચૌદસ તા.૩૦મીને બુધવારના રોજ છે. દિવાળી તા.૩૧મીને ગુરૂવારે છે. નૂતન વર્ષ વિક્રમ સંવત ર૦૮૧ અનલ સંવત્સરે તા.રજી નવેમ્બરે શનિવારના રોજ શરૂ થશે. તા.૩જી નવેમ્બરે રવિવારના રોજ ભાઈ-બીજ, તા.૬નવેમ્બરના બુધવારે લાભપાંચમ સુધી ઉત્સવ ઉજવાશે. તા.૧રમી નવેમ્બરના મંગળવારે દેવઉઠી એકાદશી, તા.૧૫મી નવેમ્બરે શુક્રવારે દેવદિવાળી(કારતક સુદ પૂર્ણિમા) ઉજવાશે. નોંધનીય છે કે, તા.રજી નવેમ્બરે શનિવારે ગોવર્ધનપૂજા અને શ્રીઠાકોરજીના મંદિરોમાં અન્નકૂટ યોજાશે, નૂતન વર્ષની પૂજાના શ્રેષ્ઠ મુહૂર્તો સવારે ૭:૫૪ થી ૯:૧૯ સુધી છે. તા.૩ નવેમ્બરે રવિવારે ભાઈ-બીજ(યમદ્વિતીયા) છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
