<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

દાઢી રાખો કે ગર્લફ્રેન્‍ડ, ઈન્‍દોરમાં યુવતીઓએ રોડ પર કાઢી રેલી

No Clean shave No Love ! લગ્ન માટે યુવતીઓ અલગ-અલગ પ્રકારના છોકરાઓને શોધે છે પરંતુ મધ્‍યપ્રદેશના ઈન્‍દોર જિલ્લાથી એક વીડિયો સામે આવ્‍યો છે, જેને જોઈ તમને વિશ્વાસ થશે નહીં

ઈન્‍દોર, તા.૧૯: તમને ભરોસો નહીં થાય એવો એક મામલો સામે આવ્‍યો છે. મધ્‍યપ્રદેશના ઈન્‍દોરમાં છોકરીઓએ એવું પ્રદર્શન કર્યું કે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો. યુવતીઓના આ અનોખા પ્રદર્શનનો વીડિયો સામે આવ્‍યો છે. યુવતીઓની આ માંગથી લોકો ચકરાવે ચડી ગયા છે, સોશિયલ મીડિયા પર લોકો પ્રદર્શનને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમે જુદા જુદા પ્રકારના દેખાવો તો જોયા જ હશે, લોકો પ્રદર્શન કરે છે અને તેમની માંગણીઓ રજૂ કરે છે. કેટલીક એવી માંગણીઓ છે જેના વિશે સાંભળીને લોકોના મગજના તાર હલી જાય, આવું વિચિત્ર પ્રદર્શન ઈન્‍દોરમાં જોવા મળ્‍યું હતું. ઈન્‍દોરમાં છોકરીઓએ એક અલગ જ માંગ સાથે એવું પ્રદર્શન કર્યું કે છોકરાઓ અને છોકરીઓ પણ આશ્‍ચર્યચકિત થઈ ગયા, આ અનોખા પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

છોકરીઓએ પ્‍લેકાર્ડમાં સ્‍લોગન લખ્‍યા

No Clean Shave No Love

‘દાઢી હટાવો પ્રેમ બચાવો'

‘દાઢી રાખો કે ગર્લફ્રેન્‍ડ રાખો, Choice તમારી'

દાઢી વિનાના બોયફ્રેન્‍ડ રાખવાની ઈચ્‍છા હવે અમારા દિલમાં છે.

ઈન્‍દોરમાં છોકરીઓએ ક્‍લીન શેવન બોયફ્રેન્‍ડ માટે રેલી કાઢી હતી. આ છોકરીઓના હાથમાં પ્‍લેકાર્ડ છે જેના પર કેટલાક સ્‍લોગન પણ લખેલા છે. આ પ્‍લેકાર્ડ્‍સ પર લખેલું છે કે,  "no clean shave, no love" અને દાઢી રાખો કે ગર્લફ્રેન્‍ડ તમારી પસંદગી છે.

આ વિચિત્ર રેલીમાં, છોકરીઓએ તેમના હાથમાં પ્‍લેકાર્ડ લીધા હતા અને નારા લગાવ્‍યા હતા, છોકરીઓએ તેમના ચહેરા પર પ્રતિકાત્‍મક દાઢી પણ પહેરી હતી. છોકરીઓના વાયરલ વીડિયોમાં કેટલાક લોકો આશ્‍ચર્યની નજરે તેમને જોઈ રહ્યા છે. લોકો આ વીડિયોને રમુજી અને મનોરંજક ગણી રહ્યા છે, જ્‍યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ શો અથવા રીલ માટે કરવામાં આવેલો સ્‍ટંટ છે. જો કે આ રેલીનો સાચો હેતુ શું છે તે હજુ સ્‍પષ્ટ થયું નથી. આ કોઈ પ્રમોશનલ ઇવેન્‍ટનો ભાગ હોઈ શકે છે. જોકે, આ વીડિયો જોરદાર વાયરલ થયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. @gharkekalesh નામના યુઝરે તેને સોશિયલ સાઈટ x પર શેર કર્યો છે. લાખો લોકોએ આ વીડિયો જોયો છે, ઘણા લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. યુઝર્સ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્‍ટ્‍સ પણ કરી રહ્યા છે

(11:56 AM IST)