News of Saturday, 19th October 2024
સલમાન માફી નહિ માંગે :સતત મળતી ધમકીઓ પર પિતા સલીમ ખાને કહ્યું -ક્યારેય કોઈ જાનવરનો શિકાર નથી કર્યો
સલીમ ખાને કહ્યું સલમાન ખાને ક્યારેય કોઈ જાનવરનો જીવ લીધો નથી. તેણે ક્યારેય સાધારણ વંદાને પણ નથી માર્યો, અમે હિંસામાં વિશ્વાસ નથી રાખતાં.

મુંબઈ : બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને મળેલી આ ધમકીમાં સલમાન ખાન પાસેથી 5 કરોડ રુપિયા માંગવામાં આવ્યા હતા. સાથે જ દાવો કરવામાં આવ્યો કે સલમાન ખાનની બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ હાલત થશે. આ ધમકી બાદ સલમાન ખાનની ઘરની બહાર પોલીસનો સજ્જડ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. 24 કલાક પોલીસ તેના પર નજર રાખી રહી છે. ત્યારે આ મામલે સલમાન ખાનના પિતા સલીમ ખાનનું નિવેદન સામે આવ્યું છે. તેમાં તેમણે સ્પષ્ટ કરી દીધું છે તે સલમાન ખાને કોઈ જાનવરનો શિકાર કર્યો નથી, તે માફી નહિ માંગે.
એબીપી ન્યુઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં સલીમ ખાને સ્પષ્ટ જણાવ્યું હતું કે સલમાન ખાન માફી નહિ માંગે. કારણ કે સલમાન ખાન ક્યારેય જાનવરોનો શિકાર નથી કરતાં. તેમણે કહ્યું કે સલમાન ખાનને મળી રહેલી ધમકીઓ માત્ર એ માત્ર તેમને છેડવા માટે છે. સલીમ ખાને કહ્યું સલમાન ખાને ક્યારેય કોઈ જાનવરનો જીવ લીધો નથી. તેણે ક્યારેય સાધારણ વંદાને પણ નથી માર્યો, અમે હિંસામાં વિશ્વાસ નથી રાખતાં.
સલીમ ખાને આગળ જણાવ્યું કે લોકો અમને હંમેશા કહે છે તે તમે વિનમ્ર રહો છો. જમીન સાથે જોડાયેલા માણસો છો. અમે તો કોઈ પગ નીચે કીડી - મંકોડા આવી જાય તો પણ તેને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે બીઈન્ગ હ્યુમને તો કોરોના વખતે ઘણા લોકોની મદદ કરી છે. રોજે લોકોની મોટી લાઈનો લાગતી હતી. લોકો મોટી આશાઓ સાથે મદદ માટે આવતાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. અને હવે આ ગેંગ દ્વારા તેમને ધમકીઓ મળી રહી છે. આ પહેલા પણ સલમાન ખાનની હત્યાનો પ્લાન રચવામાં આવ્યો હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસ હરિયાણાથી એક આરોપીની ધરપકડ પણ કરી છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
