News of Saturday, 19th October 2024
મુંબઈની જીવાદોરી લોકલ ટ્રેન પાટા પરથી ઊતરી
અનેક ટ્રેનોના સમયપત્રક ખોરવાયા

મુંબઇ, તા.૧૯: છેલ્લાં ઘણાં દિવસોથી એક પછી એક ટ્રેન પાટા પરથી ઊતરી જવા કે સામ-સામે ભટકાઈ જવાના અહેવાલોએ રેલવે વિભાગની ચિંતા વધારી દીધી છે ત્યાં મુંબઈથી પણ વધુ એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર આવતા ટેન્શન વધ્યું છે. માહિતી અનુસાર આ વખતે કલ્યાણ સ્ટેશને મુંબઈની જીવાદોરી ગણાતી એક લોકલ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી.
આ ઘટના થાણે જિલ્લામાં મુંબઈથી લગભગ ૬૦ કિલોમીટરના અંતરે બની હતી. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ટિટવાલા-સીએસએમટી ટ્રેન પ્લેટફોર્મ નંબર ૨ પર એન્ટ્રી કરતી વખતે જ ઊતરી ગઈ હતી જેના લીધે અન્ય ટ્રેનોની અવર-જવર કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
