News of Saturday, 19th October 2024
સોનામાં સતત તેજી : ૪૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૮૦,ર૦૦ રૂા.ની નવી ટોચે
૪ દિ'માં રર૦૦ રૂા. વધી ગયા : ચાંદીમાં પ૦૦ રૂા. વધતા ભાવ ૯પ,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા. ૧૯ : સોનામાં અવિરત તેજીના પગલે રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે વધુ ૪૦૦ રૂા.નો ઉછાળો થતો સોનાના ભાવે ૮૦,ર૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. સોનાની સાથે ચાંદીમાં પણ પ૦૦ રૂા. વધ્યા છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં વધુ ૪૦૦ રૂા. નો ભાવવધારો થયો હતો. સોનું સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ) ના ભાવ ૭૯,૮૦૦ રૂા. હતા તે વધીને આજે ૮૦,ર૦૦ રૂા. ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૪૦૦૦ રૂા. નો ભાવ વધારો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૭,૯૮,૦૦૦ રૂા. હતા તે વધીને ૮,૦ર,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતો.
સોનામાં સતત ચોથા દિવસે તેજીના પગલે ૪ દિ'માં ૧૦ ગ્રામે રર૦૦ રૂા. અને બિસ્કીટ (૧૦૦ ગ્રામ) એ રર૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. ૪ દિ' ફર્ન સોનાના ભાવ ૭૮૦૦૦ રૂા. હતા તે વધીને ૮૦,ર૦૦ રૂા. થયા છે.
સોનાની સાથે ચાંદીના પણ તેજીનો ચળકાટ જારી રહ્યો છે. આજે વધુ પ૦૦ રૂા. ના ઉછાળા સાથે ચાંદી ચોરસા (૧ કિલો) ના ભાવ ૯૪,પ૦૦ રૂા. હતો ૯પ,૦૦૦ રૂા. થયા છે. ચાંદીમાં છેલ્લા ૪ દિ'માં ૩પ૦૦ રૂા.નો ભાવ વધારો થયો છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
