<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ઇઝરાયલનાં વડાપ્રધાન ઘર ઉપર હુમલો શું હવે ઇઝરાયલ કેવો વળતો પ્રહાર કરશે ? જબરી ચર્ચા

હિઝબુલ્લાહે ડ્રોનથી નિશાના પર લીધું : જો કે ઘરમાં પીએમ ન્‍હોતા

તેલઅવિવ, તા.૧૯: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહુના ખાનગી નિવાસસ્‍થાને ડ્રોન હુમલો કરવામાં આવ્‍યો છે. મીડિયાના અહેવાલ મુજબ ઇઝરાયેલના પીએમના ખાનગી નિવાસસ્‍થાન પર લેબનોનથી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્‍યો હતો. હિઝબુલ્લાહ આ હુમલાની આશંકા છે. હિઝબુલ્લાહ લેબનોનથી ઇઝરાયેલ પર સતત રોકેટ અને ડ્રોન ફાયર કરી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ડ્રોન હુમલો ઇઝરાયેલના કૈસેરી વિસ્‍તારમાં સ્‍થિત પીએમ બેન્‍જામિન નેતન્‍યાહુના અંગત નિવાસસ્‍થાન પર થયો હતો. હુમલા સમયે બેન્‍જામિન નેતન્‍યાહુ ઘરે હાજર ન હતા. હુમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી. સાઉદી અરેબિયાની મીડિયા ચેનલને ટાંકીને સોશિયલ મીડિયા પર આ દાવો કરવામાં આવ્‍યો છે.

ઇઝરાયેલની સેનાએ કહ્યું કે લેબનોનથી ત્રણ ડ્રોન છોડવામાં આવ્‍યા હતા, જેમાંથી બે એર ડિફેન્‍સ સિસ્‍ટમ દ્વારા હવામાં જ નાશ પામ્‍યા હતા. એક ડ્રોન રહેણાંક મકાન સાથે અથડાયું. આ ઈમારત બેન્‍જામિન નેતન્‍યાહુનું ખાનગી રહેઠાણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ઈઝરાયેલી સેનાએ કહ્યું હતું કે લેબનોન તરફથી ઈઝરાયેલના શહેર હાઈફા પર રોકેટ છોડવામાં આવ્‍યું હતું. આ હુમલાને કારણે હૈફામાં ચેતવણીના સાયરન વાગવા લાગ્‍યા. જો કે, આ રોકેટ ખુલ્લા વિસ્‍તારમાં પડ્‍યું હતું, જેના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. ઘટનાઓની તપાસ કરી રહી છે.

ઈઝરાયેલની સેનાએ હાલમાં જ ગાઝામાં હમાસના વડા યાહ્યા સિનવારને મારી નાખ્‍યો છે. જોકે, બેન્‍જામિન નેતન્‍યાહૂએ સિનવારના મળત્‍યુ બાદ કહ્યું હતું કે યુદ્ધ હજુ ચાલુ છે. આ પહેલા હમાસના લગભગ તમામ ટોચના કમાન્‍ડરો અને હિઝબુલ્લાહના ટોચના નેતળત્‍વને પણ ઈઝરાયેલી સેના દ્વારા ખતમ કરી દેવામાં આવી છે. હિઝબુલ્લાહ અને હમાસે પણ કહ્યું છે કે ઈઝરાયેલ સાથે યુદ્ધ ચાલુ રહેશે. આવી સ્‍થિતિમાં, એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહ દ્વારા જવાબી કાર્યવાહી તરીકે આ હુમલા કરવામાં આવી રહ્યા છે.(

(3:09 PM IST)