<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

20થી વધુ વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળતાસુરક્ષા એજન્સીઓ એલર્ટ : જયપુરમાં એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

, એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા એર, વિસ્તારા, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એલાયન્સ એરના વિમાનોને ધમકીઓ મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક થઈ

નવી દિલ્હી તા.૧૯ : શનિવારે 20 થી વધુ વિમાનો પર બોમ્બની ધમકી મળતા દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ સતત ધમકીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. બીજી તરફ બોમ્બની ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ઈન્ડિગો સહિત અનેક એરલાઈન્સના વિમાનોને આ ધમકી મળી છે.

    ફ્લાઈટ પર બોમ્બની ધમકીઓ મળવાનો સિલસિલો ચાલુ છે. શનિવારે ભારતીય એરલાઇન્સના 20 થી વધુ વિમાનોને બોમ્બની ધમકી મળી હતી. આ સતત ધમકીઓથી સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે.

મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા એર, વિસ્તારા, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એલાયન્સ એરના વિમાનોને ધમકીઓ મળી છે. તેમાંથી કેટલાક વિમાનોને ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવું પડ્યું હતું. જે ફ્લાઈટોને ધમકી આપવામાં આવી હતી તેમાં ઈન્ડિગોની દિલ્હી અને મુંબઈથી ઈસ્તાંબુલ, જોધપુરથી દિલ્હી અને વિસ્તારાની ઉદયપુરથી મુંબઈની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.

(3:47 PM IST)