<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ઈઝરાયલ પર હિઝબુલ્લાહનો વળતો હુમલો: 7 મિનિટમાં 60 મિસાઈલો છોડી

ઇઝરાયેલની સેના અને IDFએ દાવો કર્યો છે કે હિઝબુલ્લાહે 7 મિનિટમાં ઇઝરાયેલ પર 60 મિસાઇલો છોડી જો કે મોટાભાગની મિસાઈલો તોડી પાડવામાં આવી

હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ અને હમાસ ચીફ યાહ્વા સિનવરને ખતમ કર્યા પછી પણ ઈઝરાયેલનો તણાવ ઓછો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હિઝબુલ્લાહે શનિવારે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. 

  ઇઝરાયેલની સેના અને IDFએ દાવો કર્યો છે કે હિઝબુલ્લાહે 7 મિનિટમાં ઇઝરાયેલ પર 60 મિસાઇલો છોડી હતી. હિઝબુલ્લાહ દ્વારા 100 થી વધુ મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. જો કે મોટાભાગની મિસાઈલો તોડી પાડવામાં આવી છે, પરંતુ ઘણી ઈઝરાયેલના વિવિધ વિસ્તારોમાં પણ પડી છે.

 

મિસાઈલ હુમલા પહેલા હિઝબુલ્લા દ્વારા ડ્રોન હુમલો પણ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્રોન લેબનોનથી લોન્ચ કરવામાં આવ્યા હતા અને તે સીઝેરિયા સ્થિત ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ખાનગી ઘર સુધી પહોંચ્યા હતા. તેમના ખાનગી નિવાસસ્થાન પાસે ડ્રોન વિસ્ફોટ થયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન 70 કિલોમીટર દૂરથી ઉડતા આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ પણ આ ડ્રોનને શોધી શકી નથી, જેના કારણે આ વિસ્તારમાં ડિફેન્સ એલાર્મ પણ વાગ્યું ન હતું. એલાર્મ વાગતું ન હોવાથી ઈઝરાયેલના નાગરિકો બંકરોમાં જઈ શક્યા ન હતા.

(8:43 PM IST)