News of Saturday, 19th October 2024
વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધી સામે ભાજપે નાવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા
ભાજપે આઠ રાજ્યની વિવિધ વિધાનસભા બેઠક માટે 24 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હી :વાયનાડ લોકસભા બેઠક પર યોજનારા પેટાચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે આ બેઠક પરથી નાવ્યા હરિદાસને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
આ સાથે હવે નાવ્યા હરિદાસ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ સાથે ભાજપે આઠ રાજ્યની વિવિધ વિધાનસભા બેઠક માટે 24 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડ્યા બાદ તે ખાલી હતી, જ્યાં પક્ષ દ્વારા પ્રિયંકા ગાંધી વાડ્રાને ચંટણી લડવાની જાહેરાત કરી હતી.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
