<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

સોના-ચાંદીના ભાવમાં વિક્રમજનક સપાટીએ : દિવાળી તહેવારની માંગ પર ભારે દબાણ

છેલ્લા એક સપ્તાહમાં સોનામાં 2 ટકાની અને એક મહિનામાં 6 ટકાની તેજી

સોના અને ચાંદીની કિંમતમાં તાજેતરમાં જે વિક્રમજનક તેજી જોવા મળી રહી છે. જે રીતે આ કિંમતી ધાતુના વધતા ભાવ મધ્યમ વર્ગ સહિત મોટાભાગના વર્ગોની રેન્જ બહાર જઈ રહ્યો છે તેને જોતા હવે આટલા ઊંચા ભાવે સોના અને ચાંદીને લગતી માંગમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં સોના અને ચાંદીના ભાવ 23 ટકા કરતા વધારે તેજી જોવા મળ્યો હતો.

બજારના નિષ્ણાતોનું માનવું છે કે સોનામાં તેજીને લીધે માંગ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ઉદ્યોગનું માનવું છે કે સોનામાં તેજીને જોતા વેલ્યુએશનના આધારે દિવાળી સુધીમાં અગાઉના વર્ષની તુલનામાં માગમાં 5થી 8 ટકાની વૃદ્ધિ થાય તો પણ સારું પ્રદર્શન માની શકાશે.

એકંદરે ઈન્ડસ્ટ્રીમાં વેલ્યુએશન ઊંચુ ભલે ચાલી રહ્યું હોય પણ વોલ્યુમના મોરચે દબાણ જોવા મળી રહ્યું છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે ઓછા કેરેટ વાળા જ્વેલરી પર ગ્રાહકોનું ફેકસ વધી રહ્યું છે.

ચાંદીની માંગની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક માંગનો ચાંદીને ટેકો મળી રહ્યો છે. ગિફ્ટની બાબતમાં માંગ પર અસર જોવા મળી રહી છે. તહેવારોની સિઝનમાં ગિફ્ટ માટે ચાંદીની માંગ પર અસર જોવા મળી રહી છે.

છેલ્લા એક સપ્તાહમાં સોનામાં 2 ટકાની અને એક મહિનામાં 6 ટકાની તેજી રહી છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં સોનું 23 ટકા વધ્યો છે. જ્યારે એક વર્ષમાં સોનામાં વળતર 29 ટકા છે.

જ્યારે ચાંદી છેલ્લા એક સપ્તાહમાં 1 ટકા, એક જ મહિનામાં 3 ટકા, વર્ષ 2024માં અત્યાર સુધીમાં 25 ટકા, એક વર્ષમાં 29 ટકાની વૃદ્ધિ થઈ ચુકી છે.


 

(6:41 PM IST)