હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
1લી નવેમ્બરે 'દિવાળી'ના દિવસે BSE, NSE ખાતે યોજાશે 'મુહૂર્ત ટ્રેડિંગ';: જાણો ટ્રેડિંગ સેશનનો સમય
ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) જેવા વિવિધ સેગમેન્ટમાં ટ્રેડિંગ એક જ ટાઇમ સ્લોટમાં થશે

મુંબઈ :અગ્રણી શેર બજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે દિવાળી નિમિત્તે એટલે કે 1લી નવેમ્બરના રોજ એક કલાક માટેનું ખાસ 'મુહૂર્ત ટ્રેડિંગ' સેશન યોજાશે અને આ સાથે નવા વર્ષ સંવત 2018ની શુભ શરૂઆત થશે.
આ ખાસ સેશન સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા એટલે કે એક કલાક માટે યોજાશે, તેમ શેરબજારો એ અલગ-અલગ પરિપત્રમાં આ માહિતી આપી હતી.
નવ સંવતની શરૂઆત પ્રસંગે આ સત્રની શરૂઆત થશે અને એવું માનવામાં આવે છે કે શેરધારકો માટે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન આર્થિક ઉન્નતી અને આર્થિક વૃદ્ધિ લઈને આવે છે.એક્સચેન્જે તે દિવસે 5:45થી 6:00 વાગ્યા સુધી પ્રી-ઓપનિંગ સેશનનું આયોજન કરવાની જાહેરાત કરી છે.
બજાર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે દિવાળી એ નવી શરૂઆત માટેનો આદર્શ સમય માનવામાં આવે છે. રોકાણકારોને આ સત્ર દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન ટ્રેડિંગથી ફાયદો થશે તેવું માનવામાં આવે છે.
ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) જેવા વિવિધ સેગમેન્ટમાં ટ્રેડિંગ એક જ ટાઇમ સ્લોટમાં થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
