હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

#WATCH | Uttar Pradesh: Moon sighted in Ayodhya on #KarwaChauth, women perform rituals as they break their fast. pic.twitter.com/fd0Zs2pyjd
— ANI (@ANI) October 20, 2024
નવી દિલ્હી :કરવા ચોથના તહેવારે એક અજીબ નજારો જોવા મળ્યો હતો. રાતના લગભગ 8.00 વાગ્યાની આસપાસ સૌથી પહેલા આસામના ગુવહાટીમાં કરવા ચોથનો ચાંદ દેખાયો હતો પરંતુ આ વખતનો ચાંદ જરાક અલગ મિજાજમાં જોવા મળ્યો હતો.ચંદ્રમાં પહેલા જેવી શીતળતાં જોવા મળી નહોતી અને તે એકદમ હોટ હોય તેવો લાગતો હતો. અગાઉની કરવા ચોથના ચાંદ કરતાં આ વખતનો ચાંદ એકદમ પીળો લાગતો હતો.
કરવા ચોથના ચંદ્રની રાહ પૂરી થઈ ગઈ છે. યુપી, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ચંદ્રોદય થયો છે. ચંદ્રના દર્શન થતાં સુહાગણ નારીઓમાં આનંદની લહેર દોડી હતી અને તેઓ ખુશી ખુશીથી પોતાનું વ્રત પૂરુ કર્યું હતું. આ પ્રસંગે ચારે તરફ હર્ષનો માહોલ જોવા મળ્યો હતો.
ચંદ્રના દર્શન થઈ જતાં સુહાગણ નારીઓમાં ખુશીની લહેર દોડી હતી અને તેમણે પૂજા વિધિ બાદ વ્રત ખોલ્યું હતું અને ભારે હર્ષોલ્લાસ સાથે પર્વ મનાવ્યું હતું. સુહાગણ નારીઓ મનોમન ચંદ્રને જરુરથી આશીર્વાદ દેતી હશે.
બીજા હિસ્સાં કરતાં અમદાવાદમાં ચંદ્ર થોડો મોડો દેખાયો હતો. અમદાવાદમાં રાતના લગભગ 9 વાગ્યાની આસપાસ ચંદ્ર દેખાયો હતો. અમદાવાદની સુહાગણ નારીઓ પણ ચંદ્રને જોતાં હર્ષઘેલી થઈ હતી
#WATCH गुवाहाटी, असम: करवा चौथ के अवसर पर महिलाओं ने चांद निकलने के बाद अपना व्रत खोला। pic.twitter.com/IlPS6GI9er
— ANI_HindiNews (@AHindinews) October 20, 2024
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM