હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પતિએ માન સન્માન ન આપ્યું તો પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર નવો પતિ શોધી લીધોઃ લિવ ઈનમાં રહેવા લાગી
પતિને જયારે આ વાતની જાણ થઈ તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ

ચૂરુ,તા. ૨૧: રાજસ્થાનની રાજધાની જયપુરના કાલવાડની ૨૫ વર્ષની મહિલાને જયારે તેના પતિ તરફથી પ્રેમ અને સન્માન ન મળ્યું તો તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બીજો સાથી શોધી લીધો. બાદમાં તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા જતી રહી. પતિને જયારે આ વાતની જાણ થઈ તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ. તેણે તેની પત્ની અને તેના પ્રેમીને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું. તેની સાથે જ બધા જ દુશ્મન બની ગયા. આ બધાથી કંટાળીને આખરે મહિલા ચૂરુ પોલીસ સ્ટેશને આવી અને સુરક્ષાની માગ કરી હતી.
સરોજ સૈનીએ જણાવ્યું કે, તે જયપુરના કાલવાડની રહેવાસી છે. લગભગ અઢી વર્ષ પહેલાં તેના લગ્ન કુચામન નજીક આવેલા એક ગામના વ્યક્તિ થયા હતા. તેનો પતિ ઘરેલુ વાતોને લઈને તેની સાથે મારપીટ કરતો હતો. તે કાયમ મને મારતો હતો કે તેની સાથે લગ્ન કરીને તેની લાઇફ ખરાબ થઈ ગઈ. આ અઢી વર્ષમાં તેમને કોઈ સંતાન પણ થયું નહીં. તેનો પતિ ફર્નિચરનું કામ કરે છે.
સરોજે જણાવ્યું કે પતિ સાથે વિવાદની વચ્ચે લગભગ ૬ મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ પર તેની ઓળખાણ રાજલદેસરના ૩૦ વર્ષના રાજકુમાર મેઘવાળ સાથે થઈ. રાજકુમાર વેસ્ટ બંગાળમાં પ્રાઇવેટ જોબ કરે છે. આ ઓળખાણ ધીમે ધીમે દોસ્તીમાં બદલાઈ અને ફોન પર લાંબી લાંબી વાતો થવા લાગી. તેમણે પોતાના પતિ સાથે ચાલી રહેલા વિવાદ વિશે રાજકુમારને વાત કરી.
બંને લિવ ઇનમાં રહેવા માટે સહમતિ બની ગઈ. ત્યાર બાદ સરોજ તાજેતરમાં પિયર આવી હતી. ત્યાંથી તે જોબનેર ગઈ, ત્યાં તેને સપનાનો રાજકુમાર મળી ગયો. ત્યાર બાદ તે રાજકુમાર સાથે લિવ ઇનમાં રહેવા જતી રહી. ત્યાંથી બંને રાજલદેસર આવી ગયા. સરોજના જણાવ્યા અનુસાર, હવે તેના સાસરિયાવાળા અને પતિ ધમકી આપી રહ્યા છે. તેથી તેઓ બંને ચૂરુ એસપી ઓફિસે પહોંચી સુરક્ષાની માગ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
