હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એક અનોખા લગ્નઃ જૌનપુરનો વર અને લાહોરની લાડીના ઓનલાઈન નિકાહ
પાકિસ્તાની દુલ્હનઃ ભારતીય વર

જૌનપુર,તા. ૨૧: લગ્ન તો તમે ઘણા જોયા હશે પણ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. જયાં કાયમ પાકિસ્તાનના નામથી વિરોધ કરતાં ભાજપના જ નેતાના દીકરાએ પાકિસ્તાની યુવતી સાથે ‘ઓનલાઈન' લગ્ન કર્યા. હકીકતે જૌનપુરના બીજેપી કોર્પોરેટર તહસીન શાહિદે લાહોરમાં પોતાના મોટા પુત્રના લગ્ન નક્કી કર્યા હતા, પરંતુ વિઝા મળી શક્યા નહિ, આથી બંનેના લગ્ન ઓનલાઈન કરવામાં આવ્યા હતા.
જૌનપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના બીજેપી કોર્પોરેટર તહસીલન શાહિદે તેમના મોટા પુત્ર મોહમ્મદ અબ્બાસ હૈદરના લગ્ન પાકિસ્તાનમાં નક્કી કર્યા હતા. લાહોરમાં રહેતી એ યુવતીનું નામ અંદાલિપ ઝહરા છે. તેમણે કહ્યું હતું કે અમે વિઝા માટે અરજી પણ કરી હતી, પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે વરરાજાને વિઝા મળી શક્યા ન હતા.
જો કે આ દરમિયાન જ દુલ્હનની માતા રાણા યાસ્મીન ઝૈદી બીમાર પડી ગયા હતા, અને તેમને પાકિસ્તાનમાં જ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સ્થિતિમાં તેમની હાલત ખરાબ થઈ હતી. આ સંજોગોને ધ્યાનમાં લઈને શાહિદે લગ્ન સમારોહનું ઓનલાઈન આયોજન કરવાનું નક્કી કર્યું.
શુક્રવરે રાત્રે શાહિદ અને તેના જાનૈયાઓ સાથે ઇમામવાડા ખાતે એકઠા થયા હતા અને ઓનલાઈન નિકાહના સહભાગી બન્યા હતા. તેવી જ રીતે આ નિકાહમાં કન્યાના પરિવારે લાહોરથી ભાગ લીધો હતો. શિયા ધાર્મિક નેતા મૌલાના મહફુઝુલ હસન ખાને કહ્યું કે ઇસ્લામમાં નિકાહ માટે મહિલાની સંમતિ જરૂરી છે અને તે તે મૌલાનાને જણાવે છે. તેમણે કહ્યું કે ઓનલાઈન નિકાહ ત્યારે શક્ય છે જયારે બંને પક્ષના મૌલાના એકસાથે સમારોહનું આયોજન કરી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
