<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

એક પતિ માટે ૩ પત્‍નીઓએ રાખ્‍યા કરવા ચોથના વ્રત

૧૩ વર્ષ પહેલા ૩ સગી બહેનોએ એક જ પુરૂષ સાથે લગ્ન કર્યા

ચિત્રકૂટ,તા. ૨૧: કરવા ચોથનું વ્રત હિન્‍દુ ધર્મમાં વિશેષ મહત્‍વ ધરાવે છે. આ દિવસે સુહાગણસ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્‍ય અને સુખી જીવન માટે વ્રત રાખતી હોય છે. આ વર્ષે કરવા ચોથ ૨૦ ઓક્‍ટોબર એટલે કે રવિવારના દિવસે આજે મનાવવામાં આવી રહ્યો છે. ચિત્રકૂટના રહેવાસી કૃષ્‍ણા માટે કરવા ચોથ ત્રણ ગણી ખુશીઓ લઈને આવ્‍યો છે. કારણ કે તેની ત્રણેય પત્‍નીઓ તેના લાંબા આયુષ્‍ય માટે એક સાથે કરવા ચોથનું વ્રત રાખે છે.

આ દરમ્‍યાન મધ્‍ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની બોર્ડર પર આવેલા ચિત્રકૂટનો એક પરિવાર ખૂબ જ ચર્ચામાં છે. અહીં એક પતિની ત્રણ પત્‍નીઓ એક સાથે પોતાનું કરવા ચોથનું વ્રત રાખે છે. જેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણેય પત્‍નીઓ સગી બહેનો છે. ત્રણેય બહેનો એક સાથે જ એક ઘરમાં રહે છે. સ્‍થાનિક લોકોનું કહેવું છે કે આવું પહેલી વાર જોયું મળ્‍યું છે કે પતિની ત્રણ પત્‍નીઓ છે અને ત્રણેય એકબીજા સાથે હળીમળીને રહે છે. પિન્‍કી, શોભા અને રીના નામની આ ત્રણેય બહેનો બુંદેલખંડ વિશ્વવિદ્યાલયમાંથી સ્‍નાતકોત્તરની ડિગ્રી લીધેલી છે.

ત્રણેય બહેનો ૧૩ વર્ષ પહેલા એક સાથે પતિ તરીકે કૃષ્‍ણાનો સ્‍વીકાર કર્યો અને તેની સાથે લગ્ન કર્યા હતા. પત્‍નીઓ પોતાના પતિને રાજા દશરથનો અવતાર માને છે. ત્રણેય બહેનોને બે-બે બાળકો પણ છે.

ચિત્રકૂટમાં રહેતી ત્રણેય સગી બહેનો પોતાના પતિને એક દિવ્‍ય પુરુષ માને છે. ત્રણેય પત્‍નીઓનું કહેવું છે કે મહાકાળીથી મળેલી શક્‍તિના દમ પર તે આખી દુનિયામાં એ મિસાલ આપવા માગે છે કે, જો મહિલા ઈચ્‍છે તો તે એક સામાન્‍ય પુરુષને રાજા દશરથ જેવો બનાવી શકે છે.

(9:56 AM IST)