હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૨૪માં સોનાએ ૩૧.૩૩% આપ્યું રિટર્ન : હવે પહોંચશે ૮૫૦૦૦
‘સોના કિતના સોના હૈ'... : જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૦ ગ્રામે રૂ.૧૮૦૦૦ વધ્યા : નફો આપવામાં છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી સારૂ વળતર

નવી દિલ્હી, તા.૨૧: આ વર્ષે સોનાના ભાવમાં થયેલા જબરદસ્ત વધારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા ૧૭ વર્ષમાં નફો આપવામાં સોનાનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં રોકાણકારોને ૩૧.૩૩ ટકા વળતર મળ્યું છે. આ પહેલા વર્ષ ૨૦૦૭માં રોકાણકારોને સૌથી વધુ ૩૧.૦૨ ટકા વળતર મળ્યું હતું.
વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં ૯૯.૯ ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત ૬૨૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી. આ પછી, ૯ મે સુધીમાં કિંમત વધીને ૭૨૦૦૦ રૂપિયા થઈ ગઈ. બજેટમાં સોના પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે તેની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં તેણે ફરી ગતિ પકડી હતી. ૧૮ ઓક્ટોબરે રાજધાની દિલ્હીમાં આ કિંમત ૭૯,૯૦૦ રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ આશરે રૂ. ૧૮,૦૦૦નો વધારો થયો છે.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે સોનું સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં ભૌગોલિક રાજકીય સંકટ વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ૨૭૦૦ ડોલરને પાર પહોંચી ગઈ છે. એટલું જ નહીં, ઘણા દેશોની મોટી બેંકો પણ સોનાની ખરીદી કરીને તેમના સોનાના ભંડારમાં સતત વધારો કરી રહી છે.
જેના કારણે સોનાની ચમક પણ વધુ તેજ બની રહી છે. ભારતમાં તેની કિંમત ૭૯૦૦૦ રૂપિયાથી ઉપર છે. જો ગતિ ચાલુ રહેશે તો સોનું ટૂંક સમયમાં ૮૫૦૦૦ હજારના સ્તરને સ્પર્શી શકે છે. જો આ રીતે જોવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં સોનાએ લગભગ ૧૩ ટકાનો નફો આપ્યો છે
એવો અંદાજ છે કે ચીન પછી ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. જુલાઈ ૨૦૨૪માં સરકારે આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ તહેવારોની સિઝન દરમિયાન સોનાની માંગમાં વધારો થવાની ધારણા છે. જોકે, એવી આશંકા છે કે સોનાના વધતા ભાવ રોકાણકારોની ખરીદીને અસર કરી શકે છે. જો કે, આ અસર અલ્પજીવી હોઈ શકે છે.
કયા વર્ષમાં કેટલો નફો
વર્ષનો નફો (% માં)
૧૯૮૬ ૨૧.૫૮
૧૯૮૭ ૨૧.૫૩
૨૦૦૨ ૨૪.૭૯
૨૦૦૯ ૨૪.૬૪
૨૦૦૬ ૨૩.૫૪
૨૦૧૦ ૨૯.૬૧
૨૦૦૭ ૩૧.૦૨
૨૦૨૦ ૨૫.૦૯
૨૦૨૪ ૩૧.૩૩
તેજીના ૫ કારણો
*પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે
* અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને અનિશ્ચિતતા
* યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ઘટાડો
* યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા પણ વ્યાજ દરમાં ઘટાડો
* મોટી બેંકો દ્વારા સોનાના ભંડારમાં ઝડપી વધારો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
