હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 21st October 2024
એનએસઇનું મુહૂર્ત ટ્રેડિંગ જાહેર ૧ લી નવેમ્બર સાંજે ૬ થી ૭ શેરબજાર ખૂલશે

રાજકોટ : તા. ૨: દેશના સૌથી મોટા સ્ટોક એકસચેન્જ નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) એ દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગનો સમય જાહેર કર્યો છે. એનએસઇ એ ૧ લી નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ (મુહૂર્ત) નો સમય નકકી કર્યો છે. એનએસઇ અનુસાર, મુહૂર્ત ટ્રેડિંગ શુક્રવારે (૧ નવેમ્બર, ૨૦૨૪) સાંજે ૬થી૭ વાગ્યા સુધી થશે. દિવાળીના અવસર પર નિયમિત ટ્રેડિંગ બંધ રહેશે, પરંતુ સાંજે એક કલાકનું ખાસ મુહૂર્ત ટ્રેડીંગ સેશન ખુલ્લુ રહેશે. મુખ્ય ટ્રેડીંગ વિન્ડોની બરાબર પહેલા, સાંજે ૫:૪૫ થી ૬:૦૦ વાગ્યા સુધી પ્રી- ઓપનિંગ સત્ર હશ. મુહૂર્ત ટ્રેડિંગ સત્રને શુભ સમય માનવામાં આવે છે.
રોકાણકારો અને બ્રોકર્સ માટે મુહૂર્ત ટ્રેડિંગનું ખૂબ મહત્વ છે. જે નાનાણકીય નવા વર્ષને ચિホતિ કરે છે. ઘણા લોકો માટે છે કે આ સત્ર દરમિયાન રોકાણ કરવાથી સમૃધ્ધિ અને વૃધ્ધિ થાય છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
