<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

જાતિ આધારિત જનગણના થઇને રહેશે, ન્‍યાય મળીને રહેશેઃ રાહુલ ગાંધી

રાંચીમાં વિરોધ પક્ષના નેતાની સાફ-સાફ વાત

રાંચીઃ તા. ૨૨: ઝારખંડના  રાંચીમાં રાહુલ ગાંધીએ બહુજન સશિકતકરણ  અને તેમના અધિકારોની સુરક્ષાને લઇ ને લોકોને સંબોધન કર્યુ હતું. રાહુલે જણાવેલ કે, બહુજન વિરોધી ભાજપને જે કરવું હોય તે કરી લે, જાતિ જનગણના થઇ ને રહેશે, ન્‍યાય મળીને રહેશે.

તેમણે વધુમાં જણાવેલ કે, ૫૦ ટકાની દિવાલ અંગે કાર્યવાહી થશે. કોઇ શકિત નહી રોકી શકે. તમારી પાસે મિડીયા નથી, જયુડીશીલી નથી, ડેમોક્રેસી નથી પણ સત્‍ય તમારી સાથે છે. આ કામ અલગ-અલગ થઇ ને નહી એકજુટતાથી થશે. હું તમારી સાથે છું.

(2:05 PM IST)