News of Monday, 21st October 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૧૦

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૧૦:- ‘‘પ્રિય દેવી, પ્રેમ કરતી વખતની ક્ષણમાં પ્રેમમાં એવી રીતે પ્રવેશ કરો જેમ કે નિત્ય જીવન હોય''
તમારા શિથિલ થવાના અનુભવમાં પ્રેમનો અનુભવ નિકટતામ છે. જો તમે પ્રેમ કરી શકતા નથી તો તમે શિથિલ પણ નથી થઇ શકતા અને જો તમે શિથિલ થઇ શકો તો તમારૂ જીવન પ્રેમપૂર્ણ બની જશે.
એક તણાવગ્રસ્ત માણસ હંમેશા કોઇ ઉદેશ્યથી, પ્રયોજનથી જીવે છે. તે ધન કમાઇ શકે છે પણ પ્રેમ કરી શકતો નથી કારણ કે પ્રેમ પ્રયોજન રહિત છે. પ્રેમ કોઇ વસ્તુ નથી. તમે એને સંગ્રહિત કરી શકતા નથી. તમે એને બેન્કના ખાતામાં રાખી શકતા નથી. તમે એનાથી પોતાના અહંકારની પુષ્ટિ નથી કરી શકતા સાચું તો એ છે કે પ્રેમ સૌથી વધુ અર્થહીન કામ છે. એનાથી આગળ એનો કોઇ અર્થ નથી. એનાથી આગળ એનું કોઇ પ્રયોજન નથી. પ્રેમ પોતે પોતાનામાં જીવે છે. બીજી કોઇ વસ્તુ માટે નહિ.
શિવ પ્રેમથી શરૂ કરે છેઃ પ્રિય દેવી, પ્રેમ કરતી વખતની ક્ષણમાં પ્રેમમાં એવી રીતે પ્રવેશ કરો જેમ કે તે નિત્ય જીવન હોય.
આનો શું અર્થ છે? ઘણી બાબતો છે. એક જયારે તમને પ્રેમ કરવામાં આવી રહ્યો હોય ત્યારે અતીત સમાપ્ત થઇ જાય છે અને તમે વર્તમાનના આયામમાં ગતિ કરી જાઓ છો. તમે અત્યારમાં પ્રવેશ કરી દો છો. શું તમે કયારેય કોઇને પ્રેમ કર્યો છે. તો જાણો છો કે એ ક્ષણમાં મન હોતું નથી.
એ જ કારણ છે કે તથાકથિત બુધ્ધિમાન કહે છે કે પ્રેમી આંધળા હોય છે,મનઃશૂન્ય અને પાગલ હોય છે. વસ્તુતઃ તેઓ સાચું કહે છે. એ અર્થમાં પ્રેમી આંધળા હોય છે. કે ભવિષ્ય ઉપર પોતાના કરેલાનો હિસાબ રાખનારી આંખો એમની પાસે હોતી નથી તેઓ આંધળા છે કારણ કે તેઓ અતીતને જોઇ શકતા નથી. પ્રેમીઓને શું થઇ જાય છે ? તેઓ અહી અને અત્યારેમાં સરકી જાય છે. અતીત અને ભવિષ્યની ચિંતા કરતા નથી. શું થશે એની ચિંતા કરતા નથી. આ કારણથી તેઓ આંધળા કહેવાય છે. જેઓ ગણિત જાણે છે એમના માટે તેઓ આંધળા છે અને જેઓ ગણિત નથી કરતા એમને માટે આંખવાળા છે. જેઓ હિસાબી નથી તેઓ જોઇ લેશે કે પ્રેમ જ અસલી આંખ છે- વાસ્તવિક દૃષ્ટિ છે.
એટલા માટે પહેલી વસ્તે એ કે પ્રેમની ક્ષણમાં અતીત અને ભવિષ્ય હોતા નથી. ત્યારે એક નાજુક બિન્દુ સમજવા જેવું છે. જયારે અતીત અને ભવિષ્ય રહેતા નથી ત્યારે શું તમે એ ક્ષણને વર્તમાન કહી શકો છો? આ વર્તમાન બે ની વચ્ચે છે. અતિત અને ભવિષ્યની વચ્ચે આ સાપેક્ષ છે. જો અતીત અને ભવિષ્યના રહ્યા તો એને વર્તમાન કહેવામાં શું અર્થ છે. એટલા માટે શિવ વર્તમાન શબ્દનો ઉપયોગ કરતા નથી પરંતુ તેઓ કહે છે- નિત્યજીવન, તેનો મતલબ શાશ્વત સાથે છે- શાશ્વતમાં પ્રવેશ કરો. (૫-૫)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
