News of Monday, 21st October 2024
મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીને મુદ્દે તૂટવાને આરે ઇન્ડિયા ગઠબંધન ?
હવે જો સીટ વહેંચણી પર વાત નહીં જામે તો બધા પક્ષો પોતપોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેશે

મુંબઈ, તા.૨૧: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA)નું ટેન્શન વધી ગયું છે. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સંમસ્યા ઔર વધારી દીધી છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને અલ્ટિમેટમ આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કહ્યું હતું કે સીટ શેરિંગ નક્કી કરો નહીં તો પાર્ટીનું લિસ્ટ જારી કરવામાં આવશે. આવામાં ચોરે ને ચૌટે સવાલ કરવામાં આવી રહ્યો છે કે આ ગઠબંધન રહેશે કે તૂટી જશે. આ મતભેદની વચ્ચે આજે MVA પત્રકાર પરિષદ યોજશે. મહાવિકાસ આઘાડી ગઠબંધનના ત્રણ પક્ષોએ ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. હવે જો સીટ વહેંચણી પર વાત નહીં જામે તો બધા પક્ષો પોતપોતાના ઉમેદવારોની યાદી જારી કરી દેશે.
ઉદ્ધવ ઠાકરેએ આજે ઇમર્જન્સી બેઠક બોલાવી છે. કોંગ્રેસે ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. જો ૨૪ કલાકમાં જવાબ નહીં આવે તો ઠાકરે સેના પહેલી યાદી જારી કરી દેશે. એ સાથે ઠાકરેએ માગ કરી છે કે ત્રણે મોટા પક્ષો આઘાડીમાં સામેલ નાના પક્ષોને પોતપોતાના ક્વોટામાંથી સીટો આપશે. આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના વડા નાના પટોલે સાથે વધુ સંવાદનો ઇનકાર કરીને ગઠબંધન તોડવાની ચીમકી આપી હતી. જ્યારે સૂત્રોએ સંકેત આપ્યો છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે ચેન્નીથલાને મોકલ્યા જેનાથી શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તણાવ ઓછો થાય.
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ૨૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮ સીટો છે. જેના પર ૨૦મી નવેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે ૨૩મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. તેમજ સત્તા મેળવવા માટે બહુમતીનો આંકડો ૧૪૫ બેઠકનો છે.(
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
